'વિશ્વાસ થી વિકાસ':ગોંડલ ખાતે પ્રાંત કક્ષાનું કાર્યક્રમ યોજાયો; જેતપુર તેમજ ગોંડલના 2.9 કરોડથી વધુના ઈ-ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ

ગોંડલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના "વિશ્વાસથી વિકાસ" કાર્યક્રમ અંતર્ગત ગોંડલમાં ટાઉનહોલ ખાતે ગોંડલ અને જેતપુરનો સંયુક્ત પ્રાંત કક્ષાનો કાર્યક્રમ સાંસદ રમેશભાઈ ધડુકના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં આશરે રૂ. 2.9 કરોડના વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતાં. જેમાં રૂ. ૧..૩૯ કરોડના ખર્ચે થનાર ૭૩ કામોના ઈ-ખાતમુહૂર્ત અને રૂ. ૧.૫૧ કરોડના અંદાજિત ખર્ચે થયેલ ૫૭ કામોના ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત ગોંડલ અને જેતપુર તાલુકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ સી.સી. રોડ, પેવર બ્લોક, ભુગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન, અવેડા તેમજ કોઝ-વે જેવા સ્થાનિક વિકાસના કામો સામેલ છે.

સાંસદ રમેશ ધડુકે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં માત્ર ખાતમુહૂર્ત જ થતાં હતાં. હવે ખાતમુહૂર્ત અને અગાઉ ખાતમૂહુર્ત થયેલ કામોના લોકાર્પણ બંને સાથે- સાથે થાય છે. સાંસદ ધડુકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રદેશ માટે કરેલા કામોને બિરદાવ્યા હતા. ઉપરાંત, નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. ગોંડલ નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ ઉદબોધન કરતાં કહ્યું હતું કે, ગોંડલના નગરજનોની સુખાકારી માટે અનેક વિકાસકાર્યો ગોંડલ નગરપાલિકાએ કર્યા છે. જેનાથી સમગ્ર શહેરની કાયાપલટ થઈ છે.

ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખ ભાર્ગવભાઇ અંદિપરાએ ગોંડલ તાલુકાના તમામ ગામો વિકાસયાત્રામાં પ્રગતિ કરે તે માટે ગ્રામ્ય કક્ષાએ રૂ. 5 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોંડલ પ્રાંત અધિકારી કે.વી. બાટીના શાબ્દિક સ્વાગત બાદ ‘‘વિશ્વાસથી વિકાસ’’ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોંડલ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી, જેતપુર - નવાગઢ નગરપાલિકા પ્રમુખ કુસુમબેન સખરેલીયા, ગોંડલ એ.પી.એમ.સી. ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા, જેતપુર એ.પી.એમ.સી ચેરમેન જેન્તીભાઇ હીરપરા, ગોંડલ ન.પા. દંડક રાજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો તથા જુદા જુદા ગામના સરપંચો, યુવા નેતા જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, અગ્રણી કનકસિંહ જાડેજા તેમજ કિશોરભાઈ અંદિપરા, અન્ય પદાધિકારીઓ તેમજ સંબંધિત અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં ગોંડલના શહેરીજનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...