ચૂંટણી અધિકારીઓનું મતદાન:ગોંડલ ટાઉનહોલ ખાતે પ્રિસાઈડિંગ ઓફિસરો અને પોલિંગ ઓફિસરોનું બેલેટ પેપર દ્વારા મતદાન; પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ગોંડલ17 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડિંગ ઓફિસર - પોલિંગ ઓફિસરે બેલેટ પેપર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન કર્યું હતું. 2 દિવસ સુધી આ મતદાન ચાલવાનું છે.ત્યારબાદ SRP ગ્રુપ અને પોલીસ સ્ટાફ પણ આ રીતે મતદાન કરશે.

બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું
વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડિંગ ઓફિસર - પોલિંગ ઓફિસર જેવાકે PGVCL, GETCO, શિક્ષક, બેન્કના કર્મચારીઓ, નગરપાલિકા અને પોસ્ટના કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. મતદાન સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

2 દિવસ સુધી ટાઉનહોલ ખાતે મતદાન
આ બેલેટ પેપરનું મતદાન આજે બુધવારે અને આવતી કાલે ગુરૂવારે એમ 2 દિવસ સુધી ગોંડલ ટાઉનહોલ ખાતે ચાલશે. આગામી SRP ગ્રુપ અને પોલીસ સ્ટાફનું પણ બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવશે. આ મતદાન પ્રક્રિયા દરમિયાન ચૂંટણી જનરલ ઓબ્ઝર્વર મીથીલેશ મિશ્રા, રિટર્નીગ ઓફિસર કે.વી.બાટી, મામલતદાર કે.વી.નકુમ અને એચ.વી.ચાવડા સહિતના અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...