તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરદી તળે ધબકે છે દિલ:અજમેર જતી પોલીસ ટીમને હોટેલમાં દિવ્યાંગ યુવકની વિતક જાણવા મળતા તેના પરિવાર સાથે ભેટો કરાવ્યો

ગોંડલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુત્રની ભાળ મળી જતાં પરિવારમાં આનંદની હેલી. - Divya Bhaskar
પુત્રની ભાળ મળી જતાં પરિવારમાં આનંદની હેલી.
  • એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માનસિક અસ્થિર યુવકને ઘરે પહોંચાડવામાં નિમિત્ત બન્યું

સમાજમાં ખાખી વરદી પરત્વે નાક નું ટીચકું ચડાવાતું હોય છે.પરંતુ દંડા પછાડતી પોલીસનાં હદયમાં પણ સંવેદના ભરી હોય છે.પોલીસ દ્વારા માનવતા લક્ષી કાર્યો ખાખી વર્ધી માટે સન્માનીય બની રહેતાં હોય છે.

એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ રાજકોટ દ્વારા માનવતા ઉજાગર કરતી હદય સ્પર્શી ઘટના સામે આવી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનાં પીએસઆઇ. તસ્લીમ રીઝવી રાજસ્થાન અજમેર શરીફ જઇ રહ્યા હતાં.આ વેળા પાલી નેશનલ હાઈવે પર આવેલી ન્યુ દેવા હોટેલમાં ચા નાસ્તા માટે રોકાયા હતા. આ દરમિયાન હોટલમાં કામ કરતાં 18 વર્ષના યુવાન પર નજર પડતાં પોલીસની નજરમાં કંઇક સવાલો ઉદ્દભવતા માલીક રાજેશ મારવાડીને યુવાન અંગે પુછપરછ કરી હતી.જેમાં માલીકે જણાવ્યું યુવાન અસ્થિર મગજનો છે.4 માસ પહેલા હોટેલ પર આવી ચડતાં અહીં આશરો આપ્યો હતો. યુવાનની ત્રુટક વાતોથી તે ગુજરાતી હોવાનું જણાતાં ગુજરાત તરફ જતાં ટ્રકમાં બેસાડી વતનમાં પહોંચતો કરવાની અપેક્ષાએ હોટેલમાં રાખ્યો હતો.

વિગતો જાણી પીએસઆઇ તસ્લીમ રીઝવીએ યુવાન સાથે આત્મીયતા કેળવી વાત કરતા સ્પષ્ટ બોલી નહીં શકતો યુવાન ત્રુટક ભાષામાં ઘુઘુ તથાં અમરગઢ એવું બોલતો હોય રીઝવીએ યુવાનનાં ફોટા પાડી એસપી બલરામ મીણાને મોકલી વિગત જણાવી હતી. તપાસ શરુ થતાં બનાસકાંઠામાં અમરગઢ આવ્યું હોવાનું જાણવા મળ્યું હોય તસ્લીમ રીઝવીએ બનાસકાંઠાનાં પીએસઆઇ ચૌધરી અને અમરગઢનાં પીએસઆઇ પટેલનો સંપર્ક કરી યુવાનનાં ફોટા મોકલતાં અમરગઢ રહેતાં અને ખેતમજૂરી કરતાં ભુરાભાઈ અસારીનો પુત્ર રમેશ હોય, છ માસથી ઘરેથી નિકળી ગયાની વિગતો મળતાં રીઝવીએ પાલીથી યુવાનને સાથે લઇ અમરગઢ પહોંચી યુવાનનાં પરીવારને સોંપતા પરીવારની આંખો હર્ષ થી છલકાઇ ઉઠી હતી.યુવાનનાં પિતા ભુરાભાઈનાં જણાવ્યા મુજબ તેમને સંતાનમાં બે પુત્ર છે. જે પૈકી મોટો રમેશ માનસિક અસ્થિર હાલતમાં હોય છ મહિના પહેલાં ઘરેથી ચાલ્યો ગયો હતો.તેને શોધવાં આકાશ પાતાળ એક કર્યા હતાં.દરમ્યાન પીએસઆઇ તસ્લીમ રીઝવી ની જાગૃતતાથી યુવાનનું પરિવાર સાથે મિલન થતાં હદય સ્પર્શી દ્રષ્યો સર્જાયા હતા. પીએસઆઇ તસ્લીમ રીઝવીએ અજમેર શરીફની યાત્રા ખરાં અર્થમાં પૂર્ણ થયાંનો સંતોષ અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...