મતદાન મથક CCTVથી સજ્જ:ગોંડલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે ચૂંટણી કામગીરીમાં રોકાયેલ પોલીસ જવાનોએ પોસ્ટર બેલેટ પેપરથી મતદાન કર્યું

ગોંડલ5 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગોંડલ ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પહેલા વ્યવસ્થા કરવામાં આવે છે. આ વ્યવસ્થા મુજબ આજે પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

160 કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કર્યું
વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત તા.23 અને 24 નવેમ્બરે પોલિંગ ઓફિસર, પ્રિસાઈડિંગ ઓફિસરનું તાલીમ સાથે ટાઉનહોલ ખાતે બેલેટ પેપરથી 160 કર્મચારીઓએ મતદાન કર્યું હતું.

પોલીસ જવાનો મતદાન કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા
આજે સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે પોલિસ જવાનો, GRD, SRP, BSNL, ST, PGVCLના સ્ટાફ માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. જે સંદર્ભે ગોંડલ શહેરના સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે પોલીસકર્મીઓએ પોસ્ટલ મતદાન માટે લાઈન લગાવી હતી. લોકશાહીના અવસરમાં સહભાગી બની મતદાન કર્યું હતું.

તમામ મતદાન રૂમ CCTVથી સજ્જ
મતદાન સમયે રિટર્નિંગ ઓફિસર કે.વી.બાટી, મામલતદાર કે.વી.નકુમ, એચ.વી.ચાવડા, ઉમેદવારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદાન પ્રક્રિયા સમયે પોલીસ તેમજ CRPFના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બેલેટ પેપરના મતદાન રૂમ CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...