ગોંડલમાં ઘોડીપાસાની ક્લબ પર દરોડો:પોલીસે 8 શખ્સોને ઝડપી પાડ્યાં; આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો

ગોંડલ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ બસ સ્ટેન્ડ પાસે આવેલા ગેસ્ટહાઉસની અગાશી પર ચાલી રહેલી ઘોડીપાસાની ક્લબ પર પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસે રોકડ રૂ. 10 હજાર 470 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસે માહિતી આધારે દરોડો પાડ્યો
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સીટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, ગોંડલમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા શિવ ગેસ્ટ હાઉસમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યાં છે. પોલીસે આ માહિતીના આધારે અહીં દરોડો પાડ્યો હતો. તપાસ કરતા ગેસ્ટ હાઉસની અગાશી પર કેટલાક શખ્સો જુગાર રમતા હોવાનું માલુમ પડ્યું હતુ. પોલીસને જોતા જ જુગારીઓના હોશ ઉડી ગયા હતાં. પોલીસે જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લઇ તેમની પાસે રોકડ રૂ. 10 હજાર 470 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી
જુગાર રમતા પકડાયેલા શખ્સોમાં સલીમ મામદ મકવાણા, સીકંદર સલીમ શેખા, દીપ ઘનશ્યામ ઉપાધ્યાય, ભાવેશ બાબુ ટોળીયા, મહંમદ ફારૂક નાગાણી, ઇબ્રાહીમ બોદુ ખીરાણી, જોની કિરીટ બાતવીયા અને અબુ હાસમ આદમાણીનો સામવેશ થાય છે. પોલીસે આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...