ફરિયાદ:ગોંડલમાં પત્નીને મરવા મજબૂર કરનાર પતિ સામે પોલીસ ફરિયાદ

ગોંડલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીના ચારિત્ર પર સતત શંકા કરી ત્રાસ અપાતો હતો
  • પુત્રને બીવડાવવા બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કર્યું, ગાળો ભાંડી

ગોંડલમાં ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને આપઘાત માટે મજબૂર કરનાર પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પુત્રએ જ પિતા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પિતા માતાના ચારિત્ર અંગે સતત શંકા કરતાં અને ઘરમાં કંકાસ વધારતા, એટલું જ નહીં, મને ડરાવવા અને ધમકાવવા હવામાં ફાયરિંગ કરી ગાળાગાળી કરી હતી.

ગોંડલ ભગવતપરા હરભોલે સોસાયટી રામેશ્વર રેસિડેન્સીમાં રહેતા ભારતીબેન ઉર્ફે ભાવનાબેન વાઘેલાએ તા.2 ના રોજ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો આ બનાવમાં મૃતકનાં પુત્ર માનવ વાઘેલાએ પિતા ગૌતમ વાઘેલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યા મુજબ ફરિયાદીના માતા ભારતીબેનના ચારિત્ર્ય પર પતિ ગૌતમભાઈએ શંકા અને ઝઘડા કરી આપઘાત માટે મજબૂર કર્યા હતા તેમજ ફરિયાદીને બીવડાવવા માટે બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરી પુત્રને ગાળો ભાંડી મૂંઢ માર માર્યો હતો. સિવિલ ગ્રાઉન્ડ ખાતે તલવાર લઈ જઈ ફરિયાદીને ધમકાવ્યા હતા. પોલીસે આરોપી ગૌતમ વાઘેલા સામે ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં જ એક નાળવા વાળી બંદૂક સાથે ઝડપી લીધો હતોે.

અન્ય સમાચારો પણ છે...