• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • Planned To Allow Relatives Of Patients To Sit In The Shade In Gondal Civil Hospital Grounds; In The Coming Days, 10 Fences Will Be Placed In The Hospital Grounds

10.5 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત:ગોંડલ સિવિલ હોસ્પિટલના મેદાનમાં દર્દીઓના સગા છાયામાં બેસી શકે તે હેતુથી આયોજન; આગામી દિવસોમાં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં 10 બાકડા મુકાશે

ગોંડલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા ગરીબ દર્દીઓના સુખ દુઃખમાં હંમેશા સાથે રહેનાર એવા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશ માધડ તેમજ ગ્રૂપના સભ્યો દ્વારા હોસ્પિટલના મેદાનમાં સારવાર કરાવવા માટે આવતા દર્દીઓના સગા વહાલા છાયામાં બેસી શકે તે માટે પેવર બ્લોક નાખવા માટે ધારાસભ્યના પ્રતિનિધિ જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજાને રજૂઆત કરવામાં આવી હતી. જે વાતને ધ્યાને લઈ જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક ધોરણે હોસ્પિટલના મેદાનમાં પેવર બ્લોક નાખી આપવા નગરપાલિકા સત્તાધીશોને સૂચના આપવામાં આવી હતી.

આગામી દિવસોમાં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં 10 બેન્ચ (બાકડા) મુકાશે
આજે સિવિલ હોસ્પિટલના મેદાનમાં 10.5 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ આવનારા દિવસોમાં નગરપાલિકા દ્વારા હોસ્પિટલના મેદાનમાં વૃધ્ધો, મહિલાઓ બેસી શકે તે માટે 10 બેન્ચ (બાકડા) આપવામાં આવશે. આ તકે યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, સિવિલ હોસ્પિટલ અધિક્ષક આર.એચ. ભાલાળા, નાગરિક બેંકના ચેરમેન અશોક પીપળીયા, નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણ રૈયાણી, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, ચંદુ ડાભી, અશ્વિન રૈયાણી, શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશ માધડ તેમજ ગ્રૂપના સભ્યો, કિશન ઠુમ્મર, જીગર સાટોડીયા તેમજ હોસ્પિટલ સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...