તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં વિચિત્ર ચોરી:કારમાં શખ્સો આવ્યા અને બે કાર હંકારીને જતા રહ્યા!

ગોંડલ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક જ રાતમાં બે સ્કોર્પિયો ગાડીની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અજાણ્યા અમુક શખ્સો એક કારમાં ધસી આવ્યા હતા અને ઘર પાસે પાર્ક કરેલી બે મોંઘી કાર હંકારીને બેધડક ચાલતા થઇ ગયા હતા. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેશન પ્લોટમાં ચામુંડા ટ્રાવેલ્સ ની સામે રહેતા ઋષિભાઈ તરુણભાઈ રાજ્યગુરુ એ પોતાના ઘર પાસે પાર્ક કરેલી સ્કોર્પિયો ગાડી GJ03LB4205 તેમજ રેલવેના પાટા પાસે રાખેલી જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ની કાર નંબર GJ03LB1055 લઇ કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. કારમાં જ ધસી આવેલા શખ્સોએ બે ગાડી ચોરી કરવાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ કર્યું હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો