તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:ગોંડલ નજીક પોસ્ટ ઓફિસના કાગળો રોડ પરથી ઉડતા મળ્યા

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેશોદ, કોડીનારના ડોકયુમેન્ટ હોવાનું ખુલ્યું

રાજકોટ-ગોંડલ હાઇ-વે ઉપર આશાપુરા ચોકડી નજીક પોસ્ટ ઓફિસના કાગળોનો જથ્થો રેઢી હાલતમાં જોવા મળ્યો હતો. જે ગોંડલ પોસ્ટ ઓફિસમાં જાણ કરતા ઉચ્ચ અધિકારીઓએ આશાપુરા ચોકડીએ જઇને તપાસ કરતા આ કાગળો જૂનાગઢ ડિવીઝનના હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી જૂનાગઢ પોસ્ટ ઓફિસને જાણ કરતા ત્યાંથી પોસ્ટ ઓફિસના અધિકારીઓ તપાસ માટે ગોંડલ આવવા રવાના થયા હતા. આ કાગળો કોઈએ ફેંકી દીધા છે કે કેમ ? અથવા રદ થઈ ગયેલા હોવાથી પસ્તીમાં આપવા જતા પડી ગયા છે કે કેમ ? તે દિશામાં પોસ્ટ વિભાગે તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલામાં ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની બેદરકારી હોય તેવું લાગી રહ્યું હતું. બાદમાં પોસ્ટના અધિકારીઓઅે તપાસના અંતે જાહેર કર્યું કે એ દસ્તાવેજ પસ્તીના હતા અને કોઇ કિંમતી ન હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો