તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરાના વાઇરસ:ગોંડલ અને ટંકારામાં પાન, ફાકી, તમાકુના કાળાબજાર, અનેક ફરિયાદ

ગોંડલ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા જાહેરમાં થૂંકવા અને તમાકુ અને પાન ફાકીના વેચાણ સહિત પર લોકડાઉનના સમયમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં તંત્રની મીઠી નજર તળે આવી ચીજવસ્તુઓના ભરપૂર કાળાબજાર થઇ રહ્યા છે, અને વેપારીઓ બંધાણીઓની મજબુરીનો ભરપુર લાભ લઇ રહ્યા છે. મોરબીમાં તો વહેલી સવારે આવી દુકાનો ખોલીને વેપલો થઇ રહ્યાનું પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને આખું ભોપાળું છતું થયું હતું.

ખુલ્લેઆમ તમાકુ, પાન, બીડી અને ફાકીના કાળાબજાર કરી રહ્યા છે.
ગોંડલમાં પાલિકાના વોટર વર્કસ શાખાના ચેરમેન અનિલ માધડે તો ખાસ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે કે ગોંડલમાં અનેક વેપારીઓ ખુલ્લેઆમ તમાકુ, પાન, બીડી અને ફાકીના કાળાબજાર કરી રહ્યા છે. તેમણે તો ફાયર સ્ટેશન સામે આવેલા રામ ટ્રેડર્સ, માંડવી ચોકમાં હરગોવિંદ માવજી તુલસી એજન્સી, ગેલેક્સી એજન્સી, ખાતરા ટ્રેડર્સ, સાઇના લિંગુ તેમજ નાની મોટી બજારમાં આવેલા વેપારીઓ મધરાતે આવો જથ્થો બાહુબલીઓને કાઢી આપે છે, અને મન ફાવે તેવો બંધાણીઓની ગરજનો લાભ લેવાઇ રહ્યો છે. તેમણે તો એવી પણ ચેલેન્જ આપી છે કે જો આ અંગે તપાસ કરવામાં આવે અને જો ખોટું નિકળે તો હું જાહેરજીવન છોડી દઇશ. તેમણે આ વિસ્તાના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરીને વાસ્તવિકતા ચકાસી લેવાની ચેલેન્જ આપી છે.બીજી તરફ ટંકારામાં પણ આવી ચીજોના આસમાની ભાવ છાનેખુણે વસુલાઇ રહ્યા છે તેવી ફરિયાદો વ્યાપક ઉઠી છે. બંધાણીઓની મજબુરીનો ભરપુર લાભ લઇ લેવા વેપારીઓએ રીતસર વેપલા માંડ્યા છે 

લોકડાઉનમાં કરોડપતિ થવાનો આસાન રસ્તો તેમણે શોધી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 
ગોંડલમાં પાલિકાના વોટર વર્કસ શાખાના ચેરમેન અનિલ માધડે તો ખાસ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે કે ગોંડલમાં અનેક વેપારીઓ ખુલ્લેઆમ તમાકુ, પાન, બીડી અને ફાકીના કાળાબજાર કરી રહ્યા છે. તેમણે તો ફાયર સ્ટેશન સામે આવેલા રામ ટ્રેડર્સ, માંડવી ચોકમાં હરગોવિંદ માવજી તુલસી એજન્સી, ગેલેક્સી એજન્સી, ખાતરા ટ્રેડર્સ, સાઇના લિંગુ તેમજ નાની મોટી બજારમાં આવેલા વેપારીઓ મધરાતે આવો જથ્થો બાહુબલીઓને કાઢી આપે છે, અને મન ફાવે તેવો બંધાણીઓની ગરજનો લાભ લેવાઇ રહ્યો છે. તેમણે તો એવી પણ ચેલેન્જ આપી છે કે જો આ અંગે તપાસ કરવામાં આવે અને જો ખોટું નિકળે તો હું જાહેરજીવન છોડી દઇશ. તેમણે આ વિસ્તાના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરીને વાસ્તવિકતા ચકાસી લેવાની ચેલેન્જ આપી છે.બીજી તરફ ટંકારામાં પણ આવી ચીજોના આસમાની ભાવ છાનેખુણે વસુલાઇ રહ્યા છે તેવી ફરિયાદો વ્યાપક ઉઠી છે. બંધાણીઓની મજબુરીનો ભરપુર લાભ લઇ લેવા વેપારીઓએ રીતસર વેપલા માંડ્યા છે અને લોકડાઉનમાં કરોડપતિ થવાનો આસાન રસ્તો તેમણે શોધી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો