ગોંડલ પરમ પૂજ્ય ગૌભક્ત સંત રામગરબાપુ દ્વારા સ્થપાયેલું ગૌસેવા ટ્રસ્ટ 33 વર્ષથી બીમાર, નધણીયાતી, અંધ-અપંગ, અશક્ત, અકસ્માત પામેલી લુલી-લંગડી ગાયોને દવા સારવાર તથા સાચવવાનું કાર્ય પગારદાર માણસો વગર ગૌસેવકો દ્વારા કરવામાં આવે છે. તેમજ 33 વર્ષથી દરરોજ રાત્રે શહેરભરના 15 સ્થળોએ નિયમિત ઘાસચારો નાખવામાં આવે છે. ઘાસચારા માટે ક્યારેય કોઈપણ જાતનો ફંડ કે ફાળો કરવામાં આવતો નથી.
120 પશુનું ચેકઅપ કરવામાં આવ્યું
પશુપાલન ખાતા, જિલ્લા પંચાયત રાજકોટ, તેમજ પશું દવાખાના ગોંડલ દ્વારા એક પશું આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ડૉ. એસ. એલ. જીવાની દ્વારા દીપ પ્રગટાવી આ કેમ્પનો પ્રારંભ કર્યો હતો. ગોંડલના ડૉ. પ્રજ્ઞેશ માંદરિયા, પશુધન નિરીક્ષક રાસડીયા, ટીલવા, મર્વલિયા, મેસરિયા, ડેલા, પાદરીયા સહિતની ટીમે સેવા આપી હતી. રામગરબાપુ ગૌશાળાના 120 જેટલા પશુંનું ચેકઅપ કરી રસીકરણ સારવાર તથા બિનઉપજાઉ 23 જેટલા બાંગ્રા ખુંટને ખસત કરી નિયંત્રીત કરવામાં આવ્યા હતા. આ તબક્કે સ્વ. દિવાળીબેન પરસાણા પરિવારના મનસુખભાઈના હસ્તે બીમાર ગાયોને ગરમીથી રાહત રહે તે માટે એક વિશાળ એર-કૂલર અર્પણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.