તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ગ્રામપંચાયતની ચૂંટણીમાં રોટેશનના અમલનો આદેશ

ગોંડલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી મુદ્દે સંયુક્ત કમિશનરનો હુકમ
  • ગોંડલના ત્રણ ગામમાંથી રજૂઆત થઈ’તી

ગોંડલ તાલુકાની ઘણી ગ્રામ પંચાયતોમાં સરપંચના ઉમેદવારોની યોગ્ય રોટેશન પધ્ધતિ અમલમાં ન હોવાથી આગેવાનોએ સંયુક્ત કમિશનર રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર સહિતના અનેકને લેખિત રજૂઆતો કરી હતી.જેમાં ગોંડલ તાલુકાના બાંદરા ગામના રાજેશભાઈ ઉકાભાઈ રૈયાણીએ ગોંડલ તાલુકાની ગ્રામ પંચાયતોની આગામી સામાન્ય ચૂંટણીઓમાં ગ્રામ પંચાયત ચૂંટણી અનામત બેઠકોની વારાફરતી ફાળવવાની રીત 1994ના નિયમો મુજબ સરપંચની બેઠક ફાળવવા બાબત તેમજ બાંદરા ગ્રામ પંચાયતના સરપંચની બેઠક સામાન્ય સ્ત્રી રાખવાની રજૂઆત કરી હતી.

એ જ રીતે નાના ઉમવાડા ગામે ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાએ નાના ઉમવાડા સરપંચની બેઠક બીન અનામત સામાન્ય ફાળવવાની માંગ કરી હતી. જ્યારે હરેશભાઈ ટપુભાઈ જાદવે મોટી ખિલોરી સરપંચની બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની અનામત બેઠક ફાળવવાની લેખિત માંગ કરતા એ.એ.રામાનુજ સંયુક્ત કમિશનર રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજકોટને પત્ર લખીને યોગ્ય કરવા આદેશો આપ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...