તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:ગોંડલની આશાપુરા ચોકડી નજીક 9.18 લાખના દારૂ સાથે એક પકડાયો

ગોંડલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ તરફ જઇ રહેલા કન્ટેનરને રોકી તલાશી લેતાં ગુપ્ત ખાનામાંથી દારૂ નીકળ્યો

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે આશાપુરા ચોકડી પાસે વોચમાં રહેલી સીટી પોલીસે વિદેશીુ દારુનો જથ્થો ભરી જુનાગઢ તરફ જઇ રહેલું કન્ટેનરને ઝડપી લઇ રુ.19.45000 નો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂનો વિપુલ જથ્થો કોણે મંગાવ્યો તે અંગે કન્ટેનર ડ્રાઇવર ની પુછપરછ શરું કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પુર્વ બાતમીનાં આધારે ગત રાત્રે પીઆઇ.સંગાડા, પીએસઆઇ.ઝાલા, ગોલવેલકર સ્ટાફનાં યુવરાજસિંહ જાડેજા,જયંતિભાઇ સોલંકી, વિશાલભાઇ સોલંકી, મહેન્દ્રભાઇ ખિમસુરીયા, યુવરાજસિંહ ગોહિલ નેશનલ હાઈવે આશાપુરા ચોકડી પાસે વોચમાં હતાં, ત્યારે રાજકોટ થી જુનાગઢ તરફ જઇ રહેલા જીજે.03 એટી.2120 નંબરનાં કન્ટેનરને અટકાવી ટ્રક ડ્રાઇવર રાજસ્થાન નાં બાડમેર નાં શેડવા તાલુકાના લકડાસર રહેતાં જાટ મેઘારામ ધરમારામ દેદારામને ઝડપી લઇ કન્ટેનરમાં તલાશી લેતાં ગુપ્ત ખાનામાંથી અલગઅલગ બ્રાંડની વિદેશી દારુની 238 બોટલ કીંમત રુ.9.18000 નો જથ્થો મળી આવતાં કન્ટેનર,મોબાઈલ મળી કુલ રુ.19.45000 નો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ડ્રાઇવરની પુછપરછ હાથ ધરી છે.

પોલીસે કન્ટેનર અટકાવી પ્લેટનાં સ્ક્રુ ખોલી પ્લેટ હટાવતાં અંદર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂનો આ વિપુલ જથ્થો કોણે મંગાવ્યો તથા કોણે મોકલ્યો તે અંગે પીઆઇ.સંગાડાએ જણાવ્યું કે દારૂની હેરાફેરી માટે વોટસપ કોલ નો ઉપયોગ થતો હોય કન્ટેનર ડ્રાઇવર ગોંડલ પહોંચી વોટસપ કોલની રાહમાં હતો પણ એ પહેલાં જ ઝડપાઇ જવાં પામ્યો હતો.કોલ ડિટેલ્સ સાથે વધુ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...