ક્રાઇમ:ભગવતપરામાં 12 ચોરાઉ મોબાઈલ સાથે એક ઝડપાયો

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરના ભગવતપરામાંથી સિટી પોલીસે એક ડઝન જેટલા ચોરાઉ મોબાઇલ સાથે એકની ધરપકડ કરી હતી. ગોંડલ સીટી પોલીસના જયદીપસિંહ ચૌહાણ, અરવીંદભાઇ વાળા સહિતનાઓ એ બાતમીના આધારે ભગવતપરા માં શંકાસ્પદ હાલતમાં ઉભેલા મકસરુ ઉર્ફેસમીર સલેમાનભાઇ જીંદાણી ઉ.વ.૩૩ ની તલાસી લેતા તેની પાસે રહેલ થેલી માંથી કુલ ૧૨ મોબાઇલ ફોન અલગ અલગ કંપનીના મળી આવેલ જે બાબતે આકરી પછુ પરછ કરતા મોબાઇલ ફોન છળકપટથી કે ચોરી કરી મેળવેલ હોવાનુ જણાતા મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...