અકાળે નિધન થતા પરિવાર નોધારો બન્યો:રામોદ પાસે બાઈક સ્લીપ થતા ઘરના આધાર સ્તંભ સમાન એકના એક પુત્રનું મોત નીપજ્યું

ગોંડલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવાન - Divya Bhaskar
મૃતક યુવાન

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતો યુવાન રામોદ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન વળાંક ઉપર સ્પીડ બ્રેકર પાસે તેમનું બાઇક સ્લીપ થઈ જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ઘરના આધાર સ્તંભ સમાન એકના એક પુત્રનું મોત
પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘાવદર ગામે રહેતા અને ફોર વ્હીલ કારની લે વેચનો વ્યવસાય કરતા પિયુષભાઈ રમેશભાઈ ધડુક રવિવાર સાંજના રામોદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રામોદ ગામના વણાક પાસે સ્પીડબેકર નજીક પોતાનું જ્યુપિટર બાયક સ્લીપ થઈ જતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને હેમરેજ થઈ જતા મોત નીપજ્યું હતું. ઘટનાની કરુણતા એકે થોડા સમય પહેલા જ તેમના પિતાનું પણ નિધન થયું હતું. પરિવારમાં તેઓ એકના એક પુત્ર હતા અને ઘરના આધાર સ્તંભ હતા. તેઓનું પણ અકાળે નિધન થતાં હાલ પરિવારમાં દાદા-દાદી માતા અને પત્ની જ રહ્યા છે. જ્યારે બે બહેનો સાસરે હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે કોટડા સાંગાણી પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...