તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ગોંડલમાં અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા એકનું મોત, બેને ઇજા

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુંદાળા રોડ પર બનેલો બનાવ, કારચાલક અકસ્માત સર્જી ફરાર

ગોંડલ ગુંદાળા રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે માતેલા સાંઢની માફક દોડી આવી રહેલ કારે બાઈકને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં વેજાગામના યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર સેન્ટ મેરી શાળા પાસેથી બેહિસાબ સ્પીડમાં પસાર થતી એક કારના ચાલકે એક બાઇકને ઠોકર મારી હતી અને આ અકસ્માતમાં બાઇક સવારો રોડ પર પછડાયા હતા.અકસ્માતના આ બનાવમાં સાગર હરસુખભાઈ મહિડા (ઉ.વ.20) રહે. વેજાગામ નામના યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે પ્રદીપભાઈ ધનજીભાઈ મહિડા (ઉ.વ.૨૨) અને કિશોરભાઈ મુકેશભાઈ મહીડાને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હોય પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો