અકસ્માત:ગોંડલમાં બાઇક અને ટ્રક ટકરાતાં એકનું મોત

ગોંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ નેશનલ હાઈવે ઓવરબ્રીજ પર બાઇક પર જઇ રહેલાં પતિ પત્ની ને કાળ બની ધસી આવેલાં ટ્રકે હડફેટે લેતાં સર્જાયેલા અકસ્માત માં પતિ ની નજર સામે પત્નીનું મોત નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના માણાવદર તાલુકાના ખડીયા ગામે રહેતાં કમલેશભાઈ અશોકભાઈ કાબા તેનાં પત્નિ કિરણબેન ઉ.22 સાથે બાઇક પર રાજકોટ જઇ રહયાં હતાં ત્યારે રામદ્વાર સામે ઓવરબ્રીજ પર જીજે.10 ડબલ્યુ 5974 નંબરનાં પુરપાટ ધસી આવેલાં ટ્રકે હડફેટે લેતાં પતિ પત્ની બાઇક પરથી ફંગોળાયા હતાં. જેમાં કમલેશભાઈને સામાન્ય ઇજા પંહોચી હતી. જ્યાંરે કિરણબેનને ગંભીર ઇજા પંહોચતા તેનું મોત નિપજ્યું હતું. કમલેશભાઈ મજૂરી કામ કરે છે. તેમનાં લગ્ન એક વર્ષ પહેલાં થયાં હતાં. આ બનાવ અંગે ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...