અકસ્માત:બાઈક સ્લિપ થતા એકનું મોત: બે મહિલા ઇજાગ્રસ્ત

ગોંડલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવરાજગઢ-માંડણકુંડલા રોડ પર અકસ્માત
  • ભજનમાં જતા પરિવારને રસ્તામાં દુર્ઘટના

ગોંડલ તાલુકાના શિવરાજગઢથી માંડણકુંડલા રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ સવાર 2 મહિલાને ઇજા થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતક બાઈક ચાલક ના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.

ગોંડલ તાલુકાના માંડણકુંડલાથી પરિવાર સાથે દેવચડી ભજનમાં જતા હતા તે દરમિયાન શિવરાજગઢ થી માંડણકુંડલા રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલક બજરંગ અમરસિંગ ગુજરે ઉ.વ.27 નું મોત નીપજ્યું હતું જ્યારે બાઈક પાછળ સવાર પત્ની બાયલી બજરંગ ગુજરે તેમજ બહેન ચેકલી અમરસિંગ ગુજરે ને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

મૃતક બજરંગ અમરસિંગ ગુજરે પરણિત હતા અમરસિંગના પત્ની ને ઇજા થવા પામી છે. નોંધનીય છે કે ખેતરમાં છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આધાર સ્તંભ પિતાનું મોત નિપજતા બે બાળકો પિતા વિહોણા બની ગયા હતા અને બાળકોના આક્રંદથી વાતાવરણ શોકમગ્ન બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...