પાણીની આવકમાં સતત વધારો:ગોંડલમાં વીજળીના કડાકા સાથે દોઢ ઇંચ વરસાદ, ભાદર ડેમ-1 ઓવરફ્લો થવાની શક્યતા

ગોંડલ14 દિવસ પહેલા

ગોંડલ શહેર પંથકમાં મેઘરાજાએ સોમવારે પણ વીજળીનાં કડાકા ભડાકા સાથે સાંજના સુમારે વરસવાનું શરૂ કરતા દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે લાલપુલ, કોલેજ ચોક, જેતપુર રોડ ગુંદાળા દરવાજા સહિત શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું.

ભાદર-1 ડેમ રાત્રીના સમયે ઓવરફ્લો થવાની શક્યતા
ભાદર ડેમના ઈજનેર હિરેન જોષી જણાવ્યું હતું કે, ભાદર ડેમ-1 માં રાત્રિના 9 વાગ્યા સુધીની પાણીની સપાટી 33.50 ફૂટની જોવા મળી હતી અને 19583 ક્યુસેક પાણીની આવક છે. ઉપરવાસમાં વરસાદને લઈને પાણીની આવકમાં સતત વધારો જોવા મળે છે. તો આજે રાત્રે ભાદર-1 ડેમ ઓવરફ્લો થવાની શક્યતા જણાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...