તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:આધેડની આત્મહત્યા કેસમાં એકનો નિર્દોષ છુટકારો થયો

ગોંડલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષ પહેલાના કેસમાં કોર્ટનો નિર્ણય

ગોંડલમાં પુત્રના આર્થિક વ્યવહારમાં પોલીસ મિત્રનો સાથ સહકાર ન મળતા લાગી આવતા આધેડે કેરોસીન છાંટી આત્મહત્યા કર્યા નો દસકા પહેલાનો કેસ અદાલતમાં ચાલી જતા કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો હતો. વર્ષ 2011માં વિનોદભાઈ ઢોલ કે અને તેમનો દીકરો ભવ્યેશ ઢોલે ટ્રાવેલ્સના ધંધાર્થી ગિરિરાજસિંહ કરણસિંહ સરવૈયા સાથે આર્થિક વ્યવહાર કર્યો હતો જે બાબતની તકરારમાં બંને વચ્ચે બોલાચાલી થતાં વિનોદભાઈએ તેમના જાણીતા પોલીસ ભુપતભાઈ માંજરીયાને યોગ્ય કરવા જાણ કરતા જવાબ ના મળતા લાગી આવ્યુ અને આત્મ હત્યાનો પ્રયત્ન કરતાં રાજકોટ સિવિલમાં રિફર કર્યા.

જ્યાં તેમનું મરણોત્તર નિવેદન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ નોંધ્યુ અને આરોપી ગિરિરાજસિંહ સામે ગુન્હો ગોંડલ શહેર પોલીસ દ્વારા દાખલ કર્યો હતો બાદ સારવારમાં વિનોદભાઈનું મૃત્યુ થતાં કલમ 306નો ઉમેરો થયો આમ આરોપી ગિરિરાજસિંહની ધરપકડ થઇ અને ચાર્જશીટ ગોંડલ કોર્ટમાં દાખલ કરી હતી આરોપી પક્ષે ધારાશાસ્ત્રી નરેન્દ્રસિંહ ઝાલાની દલીલ સદર બનાવમાં કોઈ જ પ્રકારે આરોપી દ્રારા મરણજનાર ને મૃત્યુ પેહલા કોઈજ દુષ્પ્રેરણ આપવામાં આવી નથી માત્ર પોલીસે સરખો જવાબ ન આપતા પગલું ભર્યું છે ગોંડલની કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...