સંયમોત્સવ:ગોંડલના મુમુક્ષુ લીલમબેન કોરડિયા પ્રવજયાના માર્ગ પર : પાલિતાણામાં યોજાશે દીક્ષા મહોત્સવ

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેતા ભુવન, જૈન દેરાસર, દેરા શેરી ખાતે આયોજન, પાલિતાણાના નિલેશ બારોટ ભક્તિ સંગીત પીરસશે

આનંદસાગરસૂરીજી સમુદાયના ગચ્છાધિપતિ, સંઘ સ્થવીર, શતાબ્દી શૌર્યપુરૂષ, જિનાગમ સેવી પૂ. આ. ભ. દોલતસાગરસૂરીશ્વરજીની આજ્ઞાથી તથા આ. અશોકસાગરસૂરીજી મ., આચાર્ય જિનચંદ્રસાગરસૂરીજી મ., આચાર્ય ભગવંત હેમચંદ્રસાગરસૂરીજી તથા સાધ્વીજી ભગવંત વિપુલયશાના આશિર્વાદ સહ આ. ચંદ્રશેખરસાગરસૂરી પૂર્ણચંદ્રસાગરસૂરીજી મ.ના શિષ્ય રત્ન લબ્ધિચંદ્રસાગરજીની પાવન નિશ્રામાં મુમુક્ષુ લીલમબેન ગુણવંતરાય કોરડીયાનો આગામી તા. 13-5ના શુક્રવારે પાલીતાણામાં આનંદ-અભય સંયમ વાટિકા, આગમ મંદિર, તળેટી પાસે ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે.

મુમુક્ષુ લીલાબેન કોરડીયાના દીક્ષા મહોત્સવને અનુલક્ષીને ગોંડલમાં તા. 29થી તા. 1લી મે સુધી ત્રિદિવસીય મહોત્સવનું આયોજન ગોંડલજૈન સંઘ દ્વારા કરાયું છે. તા.29મીના શુક્રવારે પંચકલ્યાણક પૂજા આનંદ માણિકય સાગર મહિલા મંડળની બહેનોએ ભણાવી હતી. આજે તા. 30મીના શનિવારે સવારે બારવ્રતની પૂજા ચંદ્રપ્રભ મહિલા મંડળ (ગોંડલ)ની બહેનોએ ભણાવી હતી. તા. 1લીના રવિવારે સવારે નવ વાગે મહેતા ભુવન, જૈન દેરાસર, દેરા શેરી, ગોંડલ ખાતે ‘સંયમ કયારે મળશે ?’ સ્ટેજ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં સંવેદના મિલનભાઇ મહેતા રજૂ કરશે. ભાવનગરના ભાવિકભાઇ શાહ ભકિત સંગીત પીરસશે. ઉપરોકત ત્રણેય દિવસના અનુષ્ઠાનોના લાભાર્થી કોરડીયા પરિવાર (ગોંડલ) છે. વર્ષીદાન, સ્વામિવાત્સલ્ય વગેરે બપોરે 1ર.30 કલાકે યોજવામાં આવેલ છે.

11મી મેથી ત્રણ દિવસીય સંયમોત્સવનું આયોજન
મુમુક્ષુ લીલમબેન ગુણવંતરાય કોરડીયાનો પાલીતાણાના આગમ મંદિર ખાતે તા. 11-5 થી તા. 13-5 સુધી ત્રિદિવસીય સંયમોત્સવ ઉજવાશે. તા. 11ના બુધવારે ગુરૂ ભગવંતોનો નગરપ્રવેશ પ્રવચન, સિધ્ધચક્ર મહાપૂજન અમદાવાદના ડો. પ્રવીણભાઇ ભણાવશે. પાલીતાણાના નિલેશ બારોટ સંગીત પીરસશે. તા. 12મીના ગુરૂવારે અષ્ટોતરી અભિષેક-પુષ્પવૃષ્ટિ અનુષ્ઠાન પાલીતાણાના વિધિકાર ભાવેશભાઇ પંડિતજી કરાવશે. બપોરે મુમુક્ષુના કપડા રંગવાનો કાર્યક્રમ, આગમ મંદિર, જંબુદ્વીપના સ્ટાફનું બહુમાન થશે. સાંજે સામુદાયિક પ્રતિક્રમણ, રાત્રે 8.30 કલાકે વૈરાગ્ય પ્રચુર વિદાય સમારંભ યોજાશે જેમાં ભાવનગરના નિગમભાઇ સંવેદના રજૂ કરશે તથા પાલીતાણાના પિન્ટુભાઇ ભકિત સંગીત પીરસશે.

13મીએ દીક્ષા મહોત્સવ યોજાશે
તા. 13મીના શુક્રવારે સવારે 5.30 કલાકે મુમુક્ષુ સહસમુહ સ્નાત્રપૂજા, સવારે 6.30 કલાકે તળેટી જુાર, સવારે 7.30 કલાકે દીક્ષા વિધિનો પ્રારંભ થશે. સંજયભાઇ ઠાર દ્વારા સંવેદના, ભાવિકભાઇ શાહ દ્વારા ભકિત સંગીત તથા કાર્યક્રમનું સંચાલન મિલનભાઇ મહેતા કરશે. મહોત્સવ પ્રસંગે આવેલા આમંત્રીત મહેમાનોની ત્રણેય દિવસ ભકિત રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...