મકરસંક્રાંતિના દિવસે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા અને યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલ નગરપાલિકા દ્વારા પતંગોત્સવનું આયોજન કરાયું હતુ. સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પતંગો અને ફીરકી, તમામ પ્રકારની ચીકી, મમરાના લાડવા સહિતની ખાદ્ય સામગ્રી પણ નગરપાલિકા તરફથી આપવામાં આવી હતી. યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્ય સિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, ઉપ પ્રમુખ ગૌતમ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ પણ પતંગ ચગાવી હતી. પતંગોત્સવમાં શહેરીજનો ઉમટ્યા હતા. આ કાર્યક્રમમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી, ઉપ પ્રમુખ ગૌતમભાઈ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, નગરપાલિકા ના સદસ્યો, અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.