ગોંડલ સિંધાવદર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પાછળ બેસેલ વૃદ્ધા નીચે પટકાતા મોત નીપજ્યું હતુ. જ્યારે અમરેલીના સુખપરની મહિલાએ સુખપર ગામમાં અગમ્ય કારણોસર દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું.
બાઈક પાછળ બેઠેલ વૃદ્ધા પડી જતા મોત
ભરૂડીથી લુણીવાવ ઘરે જતા હતા, તે દરમ્યાન સિંધાવદર પાસે સ્પીડબ્રેકર આવતા ચાલક રમેશભાઈ જશમતભાઈ વાગડીયા બેલેન્સ ગુમાવતા પાછળ બેસેલ વૃદ્ધા જયાબેન જસમતભાઈ વાગડીયા (ઉ.વ.70) નીચે પટકાતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક વૃદ્ધાના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી તાલુકાના સુખપર ગામે રહેતા વિલાશબેન હંસરાજભાઈ જાદવ (ઉ.વ.31) એ અગમ્ય કારણોસર દવા પીધી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મહિલાના 8 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. સંતાનમાં 3 બાળકો અને ખેતીકામ કરતા હતા. મૃતક મહિલાના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.