સંગીત એ સાધના છે. ચાહે ગમે તેટલી ઉંચાઇ પર પહોંચો તમારી ઓળખ કેવળ સાધક ની જ હોવી જોઈએ, આ શબ્દો છે. પ્રસિધ્ધ સિતારવાદક ભગીરથ ભટ્ટના. જેમણે તાજેતરમા ગોંડલ ખાતે તરાના કલબ આયોજીત સંગીતના કાર્યક્રમમા સિતારવાદન દ્વારા કલારસિકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા.
ઇન્ડીયન આઇડોલ કેબીસી, જી-૨૦ સહીત ટેલિવિઝન ના પડદે સિતારવાદન રજૂ કરનાર સૌરાષ્ટ્રના અદકેરા કલાકાર ભગીરથ ભટ્ટ ફિલ્મ પદમાવત, સંજય લીલા ભણશાળીની હીરામંડી સહિત ઘણી ફિલ્મો અને વેબસિરિઝ મા સિતાર વગાડી ચુક્યા છે. સંગીતજ્ઞ ઉસ્તાદ અલીઝફર ઉપરાંત સોનુ નિગમ, અરજીતસિહ,શંકર મહાદેવ, રેખા ભારદ્વાજ જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂક્યા છે.
સંગીતનાં વાદ્યોમાં સિતાર અલગ સ્થાન ધરાવે છે.ત્યારે ખુબ નાની વયે સિતારવાદન દ્વારા માત્ર ગુજરાત જ નહી પણ મુંબઈ સુધી ડંકો વગાડનારા ભગીરથ ભટ્ટે સિતારવાદનનુ પહેલુ પર્ફોર્મન્સ જાણીતા રામાયણી મોરારીબાપુ સાથે દાખવ્યુ હતુ.તેમના પિતા પંકજભાઈ છેલ્લા ૪૨ વર્ષ થી મોરારીબાપુની કથાઓમાં તબલાવાદન કરે છે.
તેમના દાદા પણ અચ્છા સંગીતજ્ઞ હતા.આમ પરિવારમાં જ સંગીતના માહોલ વચ્ચે તેમનો ઉછેર થયો છે. ભગીરથ ભટ્ટ પિતાને પ્રેરણા માને છે.ઉપરાંત અબ્દલઅલી ઝાફર, ઉસ્તાદ શાકી તરફથી સિતારવાદનનુ જ્ઞાન પ્રાપ્ત થયુ છે.ગુજરાત ને સંગીત ક્ષેત્રે મોટુ નામ અપાવવા ની તેમની તમન્ના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.