હડતાળ:બાંહેધરી નથી જોઇતી: ગોંડલ, જસદણ, કોટડા, જેતપુરમાં તલાટીઓ આક્રમક

ગોંડલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીડીઓને સાહિત્ય અને રબ્બર સ્ટેમ્પ સોંપી દીધું

રાજ્ય તલાટી મંડળની અગાઉથી કરવામાં આવેલી જાહેરાત મુજબ જ ગામેગામના તલાટીઓ ફરજ પર હાજર થવાને બદલે હડતાળ પર ઉતરી ગયા હતા અને તાલુકા વિકાસ અધિકારીને આક્રમક રજૂઆત કરી જણાવ્યું હતું કે અમને માત્ર આશ્વાસન નથી જોઇતા. રાજકોટ જિલ્લાના ગોંડલ, જસદણ, કોટડા સાંગાણી, જેતપુર સહિતના શહેરો અને ગામડાંમાં તલાટીઓએ હડતાળ પાડી હતી.જસદણ તાલુકાના 43 તલાટી મંત્રીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડયો હતો અને અચોક્કસ મુદતની હડતાલમાં જોડાતા અરજદારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

59 ગ્રામ પંચાયતના લોકોના કામ અટકી પડ્યા હતા.ગોંડલ શહેર તાલુકાના ૫૩ તલાટી મંત્રીઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. અને રબ્બર સ્ટેમ્પ અને સાહિત્ય સોંપ્યું હતું અને કામથી અળગા રહ્યા હતા. જેતપુર: તલાટી મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત રાષ્ટ્ર્રધ્વજ ફરકાવવાની કામગીરી સિવાય અન્ય તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. જેતપુર તાલુકાના તલાટી કમ મંત્રીની હડતાલથી ગ્રામપંચાયતને લગતી તમામ કામગીરી ઠપ્પ થઇ ગઈ છે.

સાથે ગ્રામપંચાયત કચેરીમાં માનભેર તિરંગો ફરકાવવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સિવાયની કોઈપણ કામગીરી ન કરવાનો નિર્ણય કરવામાંઆવ્યો હતો. કોટડા સાંગાણીમાં તલાટી મંત્રી દ્વારા પડતર પ્રશ્નો અંગે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમજ અચોક્કસ મુદ્દત ની હડતાળ ઉપર જવાની જાહેરાત કરાઇ હતી. કોટડા સાંગાણીના તલાટી મંત્રી હડતાળ પર ચાલ્યા જતા ગ્રામ પંચાયત ખાતે આવતા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો. બીજી તરફ હર‌ ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...