છેલ્લા ઘણા મહિનાથી વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોનાએ માઝા મૂકી છે, ત્યારે વિશ્વમાં અનેક ફેરફારો જોવા મળ્યા. કેટલી બધી દુનિયા બદલાઇ ગઇ છે કેટલાય રિવાજો બદલાયા જેમાં લગ્ન,મૃત્યુ,ચાંદલો,ખરખરો,બેસણા , ઉઠમણા , ધાર્મિક માહોત્સવો, સપ્તાહો, મહેમાનગતિ વગેરે જેવી અનેક સામાજિક અને ધાર્મિક બાબતોમાં સાવ બદલાવ આવી ગયો છે ત્યારે શિક્ષણ જગતમાં સાવ અનોખો બદલાવ આવ્યો .
જીવનની મહામૂલી મૂડી એટલે શિક્ષણ. જે શિક્ષણ કાર્ય કોરોનાની શરૂઆતથી જ બંધ છે. ત્યારે સરકારના અભિગમ મુજબ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની સૂચના અપાઈ ત્યારે કેટલાક ખાનગી શાળાના સધ્ધર વાલીઓએ પોતાના બાળકોને સ્માર્ટ ફોન લઈ દીધા તેમનું શિક્ષણ મહદ અંશે શરૂ થયું પરંતુ જેમના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે તેવા બાળકોના વાલીઓ પાસે આવી કોઈ સગવડતા ખૂબ જ જૂજ પ્રમાણમાં છે.
વાલીઓની આર્થિક પરિસ્થિતિને કારણે તેના બાળકો માટે અન્ય કોઈ વ્યવસ્થા થઈ ન શકી ત્યારે સરકારી શાળાના બાળકોને શિક્ષણ આપવાનો વિકલ્પ તરીકે ગોંડલ તાલુકાના શિક્ષકોની મહેનત રંગ લાવી અને ફળિયા શિક્ષણ અને શેરી શિક્ષણ શરૂ કર્યું. સરકારી શાળાના શિક્ષકોએ પોતાની શાળાનું શિક્ષણ ન બગડે તે માટે બાળકોની ઘરે કે તેની આજુબાજુના સ્થળે જઈ ને શિક્ષણ આપવાનું શરૂ કર્યું . કોઈ ઘરે અનુકૂળતા ન હોય ત્યારે આજુ બાજુમાં મંદિર કે કોઈ મોટું વૃક્ષ કે કોઈ સારી ખુલ્લી જગ્યામાં થોડા બાળકોને બોલાવી સરકારી શાળાના શિક્ષકો શિક્ષણ આપવા લાગ્યા. બાળકો પણ હોંશે હોંશે આવવા લાગ્યા અને કંઈક ભુલાયેલું અને કંઈક નવું શિક્ષણ આપવાની શરૂઆત થઈ છે ગોંડલ તાલુકાના કેટલાય ગામોમાં અને વાડી વિસ્તારમાં ફળિયા શિક્ષણ ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે.
મેતા ખંભાળિયા, કોલીથડ, સાજડિયાળી, કમઢિયામાં ચાલે છે ફળિયા શિક્ષણ
ગોંડલ તાલુકાની મેતા ખંભાળિયા, વાછરા, વાવડી , વડાળીયા , મોટા દડવા,કોલીથડ, સાજડિયાળી, કમઢીયા, સુલતાનપુર ગામમાં શિક્ષકો શેરી અને ફળિયા શિક્ષણ આપી બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. પંથકમાં અનેક ગામો એવા છે કે જ્યાં શિક્ષકોની મહેનત રંગ લાવી રહી છે અને બાળકો અભ્યાસથી વિમુખ થયા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.