જુદી-જુદી 6 કેટેગરીના સર્વેમાં ઉતિર્ણ:ગોંડલની દેવળા પ્રાથમિક શાળાને વર્ષ 2021/22નો રાષ્ટ્રીય કક્ષાનો સ્વચ્છતા એવૉર્ડ; દિલ્હી ખાતે પુરસ્કાર અપાયો

ગોંડલ19 કલાક પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાની દેવળા પ્રાથમિક શાળાને વર્ષ 2021/22નો રાષ્ટ્રીય કક્ષાનો સ્વચ્છતા એવૉર્ડ પ્રાપ્ત થયેલ છે. જે અંતર્ગત શાળાનાં જુદી-જુદી 6 કેટેગરી પાણી, સ્વચ્છતા, હેન્ડવોશ, સંચાલન અને જાળવણી, વર્તન-પરિવર્તન પ્રવૃત્તિઓ અને ક્ષમતા નિર્માણ કોવિડ-19 સામે સજ્જતા જેવી કેટેગરીનું વાઇઝ સર્વેક્ષણ થયું હતું. જેમાં શાળા ઓલ કેટેગરી વાઇઝ સિલેક્ટ થયેલ છે. શાળાને 60 હજારનું પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

ભારત સરકારની ઉપસ્થિતિમાં પુરસ્કાર
દેવળા પ્રા. શાળા તાલુકાની પ્રથમ ગ્રીન શાળા છે. શાળાનું વાતાવરણ પર્યાવરણને અનુરૂપ છે. લીલોછમ ગાર્ડન, સ્પ્રિંક્સર, બેસવાના બાકડા, હિંચકા લપસણી વગેરે જેવા સાધનો, સ્વચ્છ ટોયલેટ બ્લોક તેમજ હેન્ડવોશ સુવિધા છે. પીવાનાં સ્વચ્છ પાણી માટે અંડર ગ્રાઉંડ ટેંક, વરસાદી પાણી સંગ્રહ તેમજ આર.ઓ. સિસ્ટમ આવેલ છે. શાળાની આસપાસ વૃક્ષો વાવેલા છે. શાળાને સ્વચ્છ બનાવવા માટે ગ્રામ પંચાયત મદદ કરે છે. નેશનલ કક્ષા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર તા. 19/11/2022ના રોજ દિલ્હી ખાતે રાજ્ય મંત્રી અન્નપૂર્ણાદેવી, ડો. સુભાષ સરકાર, રાજકુમાર રંજનસિંહ ભારત સરકારની ઉપસ્થિતિમાં આપવામાં આવેલ હતો.

શાળા પરીવારે સૌનો આભાર વ્યક્ત કર્યો
આ એવોર્ડ માટે માર્ગદર્શન સમગ્ર શિક્ષા રાજકોટ તરફથી મળેલ હતું, APMC ગોંડલના ડિરેક્ટર ગોપાલ શીંગાળા, પૂર્વ ચેરમેન પરસોતમ વઘાસિયાએ તથા ગ્રામપંચાયત કમિટીએ શાળાનાં સ્ટાફ અને બાળકોને અભિનંદન પાઠવેલ હતા તેમજ તાલુકા કક્ષાએથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કેરાળિયા, અને બી.આર.સી. વિરેનભાઇ તરફથી શાળાને અભિનંદન પાઠવેલ હતા અને આ તકે શાળા પરીવારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...