ગોંડલના જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે નરેશ પટેલે સમાજના આગેવાનો સાથે બંધ બારણે મીટીંગ કરી હતી. ત્યારબાદ અમદાવાદ ખાતે અમીત શાહને મળવા પહોંચ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ આ વાતનો ખૂલાસો થતા તેઓ પારિવારિક સંબંધના તુલસી વિવાહના પ્રસંગે અમદાવાદ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં અમે હાજરી આપવા ગયા હતા
જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે નરેશ પટેલ આવી પહોંચ્યા હતા અને નરેશ પટેલે જસદણ પટેલ સમાજના આગેવાનો સાથે બંધ બારણે મીટીંગ કરી હતી. બેઠકમાં સમાજને લગતા પ્રશ્નોની ચર્ચા કરી હતી. મવળી મંડળની મુલાકાતને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. નરેશ પટેલ અને રમેશ ટીલાળા અમદાવાદ ખાતે અમીત શાહને મળવા પહોંચ્યા હોવાની ચર્ચાને નકારતા કહ્યું કે, અમે ગઈકાલે અમદાવાદમાં દિનેશભાઈ કુંભાણીયા અમારા ટ્રસ્ટી છે, એમને ત્યાં તુલસી વિવાહનો બહુ મોટો ભવ્ય કાર્યક્રમ હતો, અને એ કાર્યક્રમની અંદર અમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેથી આ કાર્યક્રમમાં અમે હાજરી આપવા ગયા હતા. ગોંડલ બેઠકને લઈને એમણે કહ્યું કે, ચૂંટણીની હજી કોઈ બેઠક ડિક્લેર થઈ નથી. ત્યારે હાલ કંઈ પણ કહેવું અઘરું છે.
મિત્રોએ આ કામ ઉપાડ્યું એમને લાખ લાખ અભિનંદન
વધુ વાતચીત કરતા ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલે જણાવ્યું કે, જસદાણ તાલુકાના ભાડલા ગામે લેવા પટેલ સમાજનો લોકાર્પણ હતો જેમાં મને ત્યાં આવવાનું આમંત્રણ મળ્યું હતું. અહીંથી નજીક હોવાથી વડિલો અને યુવાન મિત્રોની ઈચ્છા હતી કે આ સમાજ હજી હમણાંજ બન્યો છે, તો અહીંની એક મુલાકાત લો. એટલે સમાજની મુલાકાત લઈ વાતચીત કરી હતી. જસદાણના મિત્રો અહીંયા ખૂબજ સાંરૂ કામ કરી રહ્યાં છે. દરેક સરકારી સ્કીમ વિદ્યાર્થીઓ માટે છે. અહીંયા બેઠા-બેઠા કોઈ કચેરીએ ન જવું પડે એવી રીતે અહીંના મિત્રોએ આ કામ ઉપાડ્યું છે. એમને લાખ લાખ અભિનંદન આપુ છું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.