ચોરી:ચરખડીમાં શિક્ષિકાના ઘરેથી 156352ના મુદ્દામાલની ચોરી

ગોંડલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષિકા પરિવાર સાથે અંબાજી ગયા હતા
  • બંધ મકાનમાંથી ​​​​​​​ચોરોએ લીધો ધનલાભ

ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા અને હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિક્ષિકા પરિવાર સાથે અંબાજી દર્શને ગયા હતા અે દરમિયાન તસ્કરોએ બંધ મકાનમાં ત્રાટકી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ 1,56,352 ની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. ઉલ્લેખનીય છે કે દીવાળીના તહેવારો બાદ શાંતિથી રજા માણવા અને દર્શન વગેરેનો લાભ લેવા ઇચ્છુકો અને શાંતિપ્રિય લોકો નીરાંતે ફરવાનો લાભ લેતા હોય છે અને લોકોની આ માનસિકતાનો જ લાભ તસ્કરોએ લીધો હતો અને બંધ મકાનને નિશાન બનાવી ધનલાભ મેળવ્યો હતો.

બનાવની વિગત મુજબ સરખડી ગામની હાઇસ્કુલ ના શિક્ષિકા શોભનાબેન કિશોરભાઈ વોરા ઉંમર વર્ષ 46 પરિવારના સભ્યો સાથે અંબાજી માતાજીના દર્શને ગયેલા હોય પાછળથી બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશી તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા 156352 ની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. શિક્ષિકા પરિવાર સાથે નીકળ્યા હતા અને ચોરોએ મકાનને નિશાન બનાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...