દુષ્કર્મ:ગોંડલના મોવિયાની સગીરાનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રણ શખ્સ ગોંડલ લઈ ગયા, એકે દુષ્કર્મ, બીજાએ અડપલાં કર્યા

ગોંડલ તાલુકાના મોવિયા ગામની માત્ર બાર વર્ષની સગીરાના ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા શખ્સે અપહરણ કરી ગોંડલ લઈ જઈ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દુષ્કર્મ આચરનાર શખ્સના સાથીદારે સગીરાના અડપલા કરી હેવાનિયતની હદ વટાવી હતી.

મોવિયા ગામે રહેતી અનાથ સગીરા સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા ગોંડલના વિરાજ ઉર્ફે વિરુ પરેશભાઈ ગોસ્વામી (ઉ.વ. 19 રહે આસોપાલવ સોસાયટી), તેના બે મિત્રો અક્ષય કિશોરભાઈ સોલંકી (ઉ.વ. 21 રહે 31 ભોજરાજપરા, પારસ રેસિડેન્સી) અને અવી મુકેશભાઈ સોલંકી (ઉ.વ. 21 રહે આસોપાલવ પાર્ક) એ અપહરણ કર્યું હતું. બાદમાં વિરાજે માત્ર બાર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. અક્ષય સોલંકીએ અડપલા કર્યા હતા. જ્યારે અવી સોલંકી અપહરણ કરવામાં પોતાની કાર GJ03 HR 4039નો ઉપયોગ કરી મદદ કરી હતી.

ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 363 366 376 354a 114 પોક્સો 4 8 17 મુજબ ગુનો નોંધી ઝડપવા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. આરોપી વિરાજ ગોંડલ પાંજરાપોળ પાસે મહાકાળી પાન નામે દુકાન ચલાવે છે , અવિ સોલંકી ગોંડલ ચોરડી દરવાજા પાસે સહકાર પાન દુકાન ચલાવે છે જ્યારે અક્ષય એફ.વાય.બી.કોમનો અભ્યાસ કરી રહ્યો છે. આરોપીઓએ દુષ્કર્મ ગુજારી આશરે દોઢથી બે કલાક પછી પાંજરાપોળ ખાતે ઉતારી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...