તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂટેરી દુલ્હન:બીજા લગ્નમાં નડતરરૂપ 3 વર્ષના બાળકને માતાએ મુંબઇમાં માત્ર રૂ.40000માં વેચી દીધું

ગોંડલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવાન સાથે લુંટેરી દુલ્હન - Divya Bhaskar
યુવાન સાથે લુંટેરી દુલ્હન
  • ગોંડલના યુવાને ત્રણ વર્ષ પહેલા રૂ.2.40 લાખમાં મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કર્યા જે અન્ય સાથે ભાગી ગઇ હતી
  • બાળકને ગોંડલ પોલીસ પ્લેન મારફતે મુંબઇ બાદ છેક તમિલનાડુના કોઇમ્બતુરથી શોધી લાવી પરિવારને સોંપ્યો

લગ્નવાંછુક યુવાનોને લુટેરી દુલ્હન વચેટિયાઓ મારફત લગ્ન કરી રોકડા નાણાની છેતરપીંડી કરતાં હોવાની અનેક કિસ્સાઓ સમાજમાં બની રહી છે. ત્યારે આવો જ એક કિસ્સામાં ગોંડલમાં બન્યો છે. છેતરપિંડીની સાથે લુટેરી દુલ્હન અને તેના મળતિયાઓએ જે ગોંડલના યુવાન સાથે લગ્ન કર્યા હતા તેનાથી એક બાળક હતો જે ત્રણ વર્ષનો છે. પરંતુ બીજા લગ્ન કરવામાં આ બાળક નડતરરૂપ હોય માત્ર રૂપિયા 40000માં મુંબઈમાં વહેંચી નાખ્યો હતો. આ અંગે ગોંડલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓને ઝડપી લઇ માસુમ બાળકને તમિલનાડુના કોઈમ્બતુર પાસેથી શોધી લાવી છે.

ગોંડલ આવાસ ક્વાર્ટરમાં રહેતા અને રાજકોટ મજૂરીકામ કરતા અજયભાઈ બટુકભાઈ ધરજીયા (ઉં.વ.34)ના લગ્ન ત્રણ વર્ષ પહેલા રૂપિયા 2,40,000માં રમાબેન કાંતિલાલ વ્યાસ (રહે ખોડીયાર નગર ગોંડલ), રજિયાબેન (રહે વિરપુર) અને સોનુ રાજેન્દ્ર પાઈકરાવ (રહે મહારાષ્ટ્ર) વાળાઓએ જયશ્રી ઉર્ફે પૂજા નામની યુવતી સાથે કરાવ્યા હતા અને બે લગ્નજીવનના દરમિયાન માસુમ બાળકનો જન્મ પણ થયો હતો.

બાદમાં જયશ્રી ઉર્ફે પૂજાને વચેટીયો સોનુ રાજેન્દ્ર પાઈકરાવ કોઈને જાણ કર્યા વગર માસૂમ બાળક સાથે લઈ જતા ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી અને આ ફરિયાદની હાઇકોર્ટમાં મેટર થતાં સિટી પી.આઈ એસ એમ જાડેજા દ્વારા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.પોલીસ તપાસમાં લૂંટેરી દુલ્હને ફરી રાજકોટના એક યુવાન સાથે લગ્ન કર્યા હોવાનું માલૂમ પડતા પોલીસે લુટેરી દુલ્હન અને તેની પાસેથી વચેટિયાના સગડ મેળવી બંનેને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં માત્ર રૂપિયા 40,000માં માસુમ બાળક દિવ્યેશ (ઉંમર વર્ષ 3) ને મુંબઈમાં વહેંચી નાખ્યાનું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સીટી પીઆઇ એસએમ જાડેજાએ એકક્ષણ પણ વિલંબ કર્યા વગર પીએસઆઇ આર.ડી.ચૌહાણ, રાજદીપસિંહ ચુડાસમા સહિતની પોલીસ ટીમને તપાસ અર્થે મુંબઇ રવાના કર્યા હતા અને ત્યાં પોલીસને જાણવા મળ્યું કે માસુમ બાળક તમિલનાડુના કોઇમ્બતુરથી ૯૦ કિલોમીટર દૂર રહેતા એક પરિવાર પાસે છે. પોલીસ પ્લેન મારફત તમિલનાડુ પહોંચી બાળકનો કબજો લઇ તેના પિતાને સોંપી દીધું હતું.

બાળકની ફાઇલ તસવીર
બાળકની ફાઇલ તસવીર

ગોંડલ બાદ રાજકોટના યુવાનને ફસાવવા જતા ભાંડો ફૂટ્યો
મહારાષ્ટ્ર ની લુટેરી દુલ્હન જયશ્રી ઉર્ફે પૂજા ના લગ્ન અજય સાથે તા. 16-1-2018 ના ગોંડલના ધારેશ્વર મંદિરે ખાતે રમાબેન, રજિયાબે અને દુલ્હનનો ભાઈ ગણાવતો સોનુએ હિન્દૂ રિવાજ મુજબ કરાવ્યા હતા અને પુત્રના જન્મ બાદ તા. 7-12-2019 ના જયશ્રી ઉર્ફે પૂજા પુત્ર દિવ્યેશને લઈ સોનુ સાથે નાશી ગઈ હતી અને બીજે લગ્ન કરવામાં માસુમ દિવ્યેશ નડતર થતો હોય રૂ. 40000માં મુંબઇ વહેંચી નાખ્યો હતો અને ફરી રાજકોટ ના યુવાનને ફસાવતા ભાંડો ફૂટ્યો હતો.

માસૂમ બાળક ઘરે આવી પરિવારના બાળકો સાથે રમવા લાગ્યો
છેલ્લા એક-દોઢ વર્ષથી પરિવારથી વિખૂટા પડેલા માસુમ બાળક દિવ્યેશ પ્રથમ તેના પિતાને પણ ઓળખી શક્યો ન હતો બાદમાં પિતા અજયભાઈએ તેને રમાડવાનું શરૂ કરતા તે પાસે આવ્યો હતો પરંતુ તે કોઇમ્બતુરથી ગોંડલ પહોંચ્યા ત્યાં સુધી બાળકે કંઈ જ ખાધું ન હતું જેને લઈ તેના પિતા ચિંતામાં મુકાયા હતા જ્યારે પિતા પુત્ર ઘરે પહોંચ્યા ત્યારે દિવ્યેશે પરિવારના અન્ય નાના બાળકોને ઓળખી સાથે રમવા લાગતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો અને બાળક જમ્યો પણ હતો. બાળકની સારસંભાળ હાલ તેના દાદીમા અને પરિવારજનો લઈ રહ્યા હોવાનું તેના પિતા અજયભાઈએ જણાવ્યું હતું.

પરિવારને બાળક સોંપાયું
પરિવારને બાળક સોંપાયું
અન્ય સમાચારો પણ છે...