તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજધાંધિયા:મોટાદડવામાં વીજધાંધિયા, 24 કલાકમાં 7 કલાક જ મળે છે પુરવઠો

મોટાદડવા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ હોય કે ન હોય, લાઇટ ન હોય એ તો નક્કી જ
  • તંત્રને વારંવાર કરાયેલી રજૂઆત પર પાણીઢોળ

ગોંડલના મોટાદડવા ગામે વરસાદ હોય કે ન હોય, બુધવાર હોય કે મંગળવાર લાઈટની હાલાકી લોબો ભોગવી રહ્યાં છે. PGVCL ખાતું મોટાદડવા ગામ માટે ઉણુ ઉતર્યું હોઈ તેમજ પ્રિમોન્સૂન કામગીરી પુરતા પ્રમાણમાં ન થઈ હોઈ તેવું અચુક જોવા મળી રહ્યુ છે. આ તકે મોટાદડવા ગ્રામજનો એ અનેક વખત રજૂઆત કરી પરતું હજુ સુધી ગામમા લાઈટની પૂરતી સવલત મળવા પામી નથી.

જો કે ગામના દરેક શેરી ના લોકો ગામમાં દરેક ફોલ્ટ વ્યવસ્થિત કરી જલ્દીથી ગ્રામજનોને લાઈટ મળી રહે અને કોઈ પરેશાની ન આવે તે હેતુથી તેઓએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે. છતા કર્મીઓ આળસ મરડતા રમતે ચડતા નજરે ચડી જતા હોય છે. અહીં કયારે લાઈટ જશે ને ક્યારે આવશે તેનો કોઈ સમય હજુ નક્કી નથી. અહીં ઠવાડિયામા પુરી 12 કલાક લાઈટ મળતી નથી. સતત એક મહિનાથી આ ગામમાં ક્યારેક અડધી રાત્રે અંધારપટ સર્જાયા કરે છે. બસસ્ટેશન રોડ, હવેલી ચોક, હમીરપૂરા પ્લોટ વિસ્તારમાં દીવસ રાત અંધારપટ જોવા મળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...