તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:મોટાદડવામાં 15 દિવસમાં એક ડઝનથી વધુ કોરોના દર્દીનાં મોત

મોટાદડવા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માત્ર 15,000ની વસ્તી ધરાવતા ગામમાં હડકંપ

ગોંડલ તાલુકા નું મોટાદડવા ગામ કોરોના હોટસ્પોટ બન્યું છે. મોટાદડવામા જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે માત્ર 15000 ની વસ્તી ધરાવતા ગામ મોટાદડવામાં 15 દિવસમાં 12 થી વધુ વ્યક્તિના મોત થયા છે.

એપ્રિલ માસના છેલ્લા પંદર દિવસમાં ટોટલ મરણ પંચાયત ચોપડે 10 થી વધુ નામ નોંધાયાની યાદી જાહેર કરી હતી.જ્યારે રાજકોટ ખાતે હોસ્પિટલમાં તેમજ મોક્ષધામ ખાતે અગ્નિસંસ્કાર થયાંના તેમજ પંચાયત ચોપડે ન નોંધાયેલા કેસ સહિત ટોટલ 13 થી વધુ મોતનો આંકડો બહાર આવ્યો હતો. સરપંચ ભૂપતભાઈ વાળા, મનુભાઈ લાવડિયા, વજુભાઈ ચાવડા, રઘુભાઈ વસાણી, ગિરધરભાઈ વેકરિયા, અન્નાભાઈ સુંસરા તેમજ ગામનો સેવાભાવી યુવા વર્ગ સતત દોડધામ કરી ઓક્સિજનથી માંડી રેમડિસિવિર તથા દવા સહિત અનેક સુવિધાની પૂર્તિ કરી રહ્યા છે. ભુપતભાઈ વાળા તેમજ ડો. ચંદ્રેશ બેલડિયા કહે છે કે અહીં 20 બેડમાંથી 25 બેડ સુધીની સવલત, ઓક્સીજન સિલિન્ડરની સુવિધા ઊભી કરાઈ છે. બળધોઈના ગિરીશભાઈ વાળા જણાવે છે કે અહીં પણ 15 દિવસમાં 15 થી વધુ વ્યક્તિના મોત થતા ગામ શોકમગ્ન બન્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો