ફોરેસ્ટ યૂથ ક્લબનું આયોજન:અનળગઢમાં પ્રકૃતિ અનુભૂતિ શિબિરમાં 70થી વધુ બાળક જોડાયા

ગોંડલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ પર્યાવરણ દિવસના ઉપક્રમે ગોંડલના 70 બાળકોએ મીની મહાબળેશ્વર અનલગઢ ખાતે ખીલેલી પ્રકૃતિ ની મજા માણી હતી. ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા 8 થી 15 વર્ષ સુધીના બાળકો માટે એક દિવસીય પ્રકૃતિ અનુભૂતિ શિબિરનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 70થી વધુ બાળકો ઉત્સાહથી જોડાયા હતા. શિબિરમાં જવા આવવા માટે બસની સગવડતા ખાનગી શાળાના મધુભાઇ તન્ના તરફથી આપવામાં આવી હતી.

ગોંડલના મીની મહાબળેશ્વર તરીકે જાણીતા બની ગયેલું અનળગઢ પ્રવાસીઓના પસંદગીનું ડેસ્ટિનેશન બની ગયું છે. અનલગઢ ખાતે સંસ્થાના સભ્ય બ્રિજેશ પટેલ, ઋષિ દવે,ભક્તિ દવે,કિરણ દવે,જતન દવે,હિમાંશુ દવે,કૃતિકા શેઠ,રચિત શેઠ દ્વારા હિતેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ પ્રકૃતિ અનુભૂતિ શિબિરમાં સામેલ બાળકોને વૃક્ષો, વનસ્પતિ,પક્ષીઓ.પ્રાણીઓ અને આસપાસ માં જોવા મળતી પ્રાકૃતિક બાબતોની સરળ શબ્દો માં માહિતી આપવામાં આવી,ડુંગરાઓ ચડવા અને ઉતરવામાં રાખવાની થતી તકેદારીનું શિક્ષણ આપવામાં આવ્યુ.

તેમજ રોક કલાઇમ્બિગ,રોપવે ક્રોસિંગ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી .નાના બાળકોએ પહેલીવાર પ્રકૃતિ માં કોઈપણ રોકટોક વિના ખુલ્લા આકાશ અને ડુંગરાઓ વચ્ચે પ્રકૃતિની ઉમદા અનુભૂતિનો આનંદ માણ્યો.

અન્ય સમાચારો પણ છે...