અચાનક મોતથી અરેરાટી વ્યાપી:ગોંડલમાં 25થી વધુ ઘેટાના મોત; વન વિભાગે તપાસ હાથ ધરી

ગોંડલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિયાળાની શરૂઆતમાં ગોંડલ પંથકમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓના આંટા ફેરા વધી જતા હોય છે. દરમિયાન ગોંડલ તાલુકાના ડૈયા ગામે પશુપાલકના 25થી વધુ ઘેટાના મોત નીપજતા વનવિભાગે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

વનતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
પ્રાપ્ત વિગતો મુજબ વન વિભાગના પ્રતિપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, તાલુકાના ડૈયા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા નાજાભાઇ ઝાપડાએ પોતાના 25થી વધુ ઘેટાઓને વાડામાં ખુલ્લા રાખ્યાં હોતા. દરમિયાન મંગળવાર સવારે 25થી વધુ ઘેટાના મોત નીપજેલા જણાતા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જાઈ તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા. હાલ કોઈ વન્ય પ્રાણીના સગડ મળ્યા નથી. જંગલી શ્વાનના બીકથી પણ ઘેટાઓના એક સાથે મોત નીપજતા હોય છે. બંને દિશામાં વનતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...