તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોંડલ શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 54 બેડની સુવિધા ધરાવતી ગોંડલની સરકારી કોવિડ હોસ્પિટલમાં 30 બેડ ઉપર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, જ્યારે 100 થી વધુ લોકો હોમ ક્વોરન્ટાઇન હોઇ લોકોએ સ્વેચ્છિક જાગૃતિ દાખવવાની જરૂર જણાઈ રહી છે.
પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ અને બ્લોક હેલ્થ ઓફિસર ગોયેલ અને નગરપાલિકાના સહિયારા પ્રયાસોથી રાજપૂત સમાજની વાડી, જૈન ઉપાશ્રય ભોજરાજપરા, અમૃત કોવિડ હોસ્પિટલ, ગંગોત્રી સ્કૂલ ગુંદાળા રોડ, સરકારી હોસ્પિટલ ભગવત પરા અને અર્બન હેલ્થ સેન્ટર દોમડીયા સોસાયટી ખાતે દરરોજ એક હજાર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
ગ્રામ્ય વિસ્તારમાં પણ વેક્સિનેશન કાર્ય ચાલી રહ્યું હોય પરંતુ ચિંતાનો વિષય એ છે કે વેક્સિન લેવા માટે લોકોને જાગૃત કરવા જરૂરી છે ઘણા લોકો વેકસીનથી ગભરાઈ વેકસીન લઈ રહ્યા નથી.શહેરની નાની-મોટી બજાર, શાકમાર્કેટમાં લોકો માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સ જળવ્યા વગર વ્યાપક પ્રમાણમાં એકઠા થઈ રહ્યા છે આવી જ પરિસ્થિતિ ખાણીપીણીની લારીઓ પર અને પાનના ગલ્લે પણ થઈ રહી છે પોલીસ અને સરકારી તંત્ર દ્વારા દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે, જો કે નક્કર કામગીરી શરૂ કરવામાં ઢીલ મોંઘી પડી શકે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.