નિર્ણય:લોકમેળામાં મહાલવાની મળશે મોજ ગોંડલ નગરપાલિકા કરશે આયોજન

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ પાલિકાનાં જનરલ બોર્ડમાં 43 એજન્ડાને સર્વાનુમતે બહાલી

ગોંડલ નગરપાલિકાની સાધારણ ત્રિમાસીક સામાન્ય સભા મળી હતી. જેમાં જુદા-જુદા ૪૩ એજન્ડાઓને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા, શહેરમાં વિકાસના વિવિધ કામો હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે તે સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા અધ્યક્ષતામાં મળેલ નગરપાલિકાના જનરલ બોર્ડમાં આગામી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન નગરપાલિકા ઘ્વારા કરવામાં આવશે,

શહેરના સ્ટેશન રોડ શ્યામવાડીથી રેલ્વે સ્ટેશન, સાઈડીંગ રોડ, ભોજરાજપરા તેમજ ત્રણ ખુણીયાથી ગણેશ ઓઈલ મીલ સુધી લાઈટ પોલ એલ.ઈ.ડી. પોલ સાથે રૂા.૩૧.૦૯ લાખ ના ખર્ચે આગામી સમયમાં કામગીરી થશે, શહેરીજનો માટે ઈન્ડોર તથા આઉટડોર સ્પોટૅસ એકટીવીટી માટે આશાપુરા ગાડૅનમાં સ્પોટૅસ કોર્ટ યાડૅ રૂા.પ૦૦ લાખના ખર્ચે કરવામાં આવશે, જેમાં ટેબલ ટેનીસ, બાસ્કેટ બોલ,લોંગ ટેનીસ, બેડમિન્ટન, કેરમ પુરૂષો તથા સ્ત્રી માટે અલગ–અલગ જીમ જેવી સુવિધાઓ આપવામાં આવશે, બાળકો માટે જુદી–જુદી જગ્યાઓ પર નવી ૫ આંગણવાડી રૂા.૩૫ લાખના ખર્ચે નિર્માણ થશે,

રેલ્વે સ્ટેશન સામે આવેલ સકૅલ રૂા.૧૫ લાખના ખર્ચે રીનોવેશન કરવામાં આવશે. ટાઉન પ્લાનીંગ કમીટીમાં ટી.પી. સ્કીમ નં.૧ ને આખરી યોજના માટેની દરખાસ્તને સરકારમાં મંજુરી અર્થે મોકલવામાં આવેલ છે, સરકારમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની અલગથી ગ્રાંટ ફાળવવામાં આવનાર હોય શહેરના તમામ વરસાદી વોંકળાઓને પાકા કરવા માટેની દરખાસ્ત પણ બોર્ડ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...