તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાયની જાહેરાત:ગોંડલ સહિતના તાલુકાઓમાં પ્રાણવાયુના પ્લાન્ટ સ્થાપવા મદદ, ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણીએ દોઢ-દોઢ કરોડ તો લાખાભાઈએ 1 કરોડ આપ્યાં

ગોંડલ, રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગોંડલ, જસદણ, પડધરી, કોટડાસાંગાણી, જેતપુર, વિંછીયા સહિત તમામ તાલુકામાં પ્રાણવાયુ પ્લાન્ટ માટે મંત્રીઓ-સંસદ સભ્યની સહાય કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ માટે મુખ્યમંત્રીએ દોઢ કરોડ આપ્યા બાદ ગોવિંદભાઇ પટેલે અને અરવિંદ રૈયાણીએ પણ પોતાની ગ્રાન્ટ પ્રાણવાયુના પ્લાન્ટ માટે આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત લાખાભાઇએ 1 કરોડ આપ્યા છે. રાજકોટ ડેરી, આઇઓસી ઉપરાંત ખાનગી દાતાઓ પાસેથી પણ દાન મેળવી હવામાંથી પ્રાણવાયુ પેદા કરવાના પ્લાન્ટ ઉભા કરી દેવામાં આવશે.

રાજકોટ શહેરની સિવિલ, સમરસ, કેન્સર, પદ્મકુંવરબા ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓની સરકારી હોસ્પિટલોમાં પોતાના ઓક્સિજન પ્લાન્ટ માત્ર ત્રણ-ચાર મહિનામાં શરૂ કરી દેવામાં આવે તેવી સગવડતા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ સરકારી હોસ્પિટલોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 38 લાખ ઉપરાંત ગીતાબા જાડેજા દ્વારા પણ પચાસ લાખની સહાય જાહેર કરી ફાળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત લોધીકા, કુવાડવા, સરધાર અને પડધરી માટે જિલ્લાના સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા દ્વારા 250 લીટરના ઓકસીજન પ્લાન્ટ ઉભા કરાશે. જે માટે 40 લાખની રકમ ફાળવવામાં આવી છે. જેતપુર સરકારી હોસ્પિટલમાં મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા બેડ-જરૂરી સુવિધાઓ ગ્રાન્ટમાંથી ઉપલબ્ધ કરવામાં આવશે. જયારે જામકંડોરણામાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના સહયોગથી બેડ-ઓકસીજન પ્લાન્ટ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...