કાર્યવાહી:લોધિકામાંથી 13 વર્ષ પૂર્વે ગુમ તરુણી માતા બન્યા પછી મળી!, એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે 4200 કિ.મી. સફર કરી

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી સાથે લગ્ન કરી લીધા, હાલ 12 વર્ષનો પુત્ર

પોલીસ હાઈ કમાન્ડ દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી ગુમ કે અપહરણ થયેલા બાળકોને શોધવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને કામગીરી સોંપવામાં આવી હોય આ ટીમે 4200 કિલોમીટર કેરળ સુધીની સફર કરી લોધીકા ખાતે થી 13 વર્ષ પહેલા ગુમ થયેલી સગીરા અને આરોપીને શોધી લાવીને અપહરણ ના કેસની ગુત્થી સુલઝાવી હતી. જોવાની ખૂબી એ છે કે જ્યારે આ યુવતી મળી ત્યારે તે હવે એક પુત્રની માતા બની ચૂકી છે અને તેની ઉંમર 12 વર્ષની છે. તેણીએ અારોપી સાથે જ લગ્ન કરી લીધા હતા.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ શાખાના પી.એસ.આઇ ટી એમ રીઝવી, એક્સેસાઇઝ જગતભાઈ તેરૈયા મનોજભાઈ પાયલ મયુરભાઈ વીરડા પ્રફુલભાઈ પરમાર મનિષાબેન ખીમાણીયા અને ભાવેશભાઈ મકવાણા સહિતનાઓએ લોધીકા ગામેથી 13 વર્ષ પહેલા અપહરણ થયેલ સગીરા અને તેનું અપહરણ કરી ગયેલા મધ્યપ્રદેશના ખજુરીયા ગામનો વિષ્ણુપ્રસાદ રામપ્રસાદ ડાંગી ને કેરળ રાજ્યના મલમપુરમ ગામેથી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સગીરાનું અપહરણ થયું ત્યારે તેની ઉંમર સાડા સત્તર વર્ષની હતી આજે જ્યારે તે મળી આવી છે ત્યારે તેની ઉંમર ૩૦ વર્ષની થઈ ગઈ છે અને તેને સંતાનમાં બાર વર્ષનો દીકરો પણ છે આરોપી સાથે તેણે લગ્ન કરી લીધા હતા અને ઉપરોક્ત આરોપી પોટરી ફાર્મ માં મજૂરી કામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...