પરંપરા:ગોંડલના મહંતને શ્રદ્ધાંજલિ આપવા સભા, ભંડારો, મહંતી રસમનું આયોજન

ગોંડલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ નિભાવાશે પરંપરા
  • ગરુડ પુરાણ, શાંતિ હવન, અખંડ રામાયણ પાઠ યોજાશે

સંત અને સુરાની ભૂમિ સૌરાષ્ટ્ર, એમાંય ગોંડલની ભૂમિની તો વાત કંઈ અલગ જ છે. અહીંના નાગનાથ મહાદેવ મંદિરના મહંત કૃપાલ દાસ ગુરુ હરિકૃષ્ણદાસજી મહારાજ ગુરુસ્થાન ઉદાસી હરિહર આશ્રમ નવી દિલ્હીએ વર્ષ ૧૯૮૧ થી વર્ષ ૨૦૨૧ સુધી ગોંડલના નાગનાથ મહાદેવ મંદિર કર્મભૂમિ બનાવી હતી અને ગત તારીખ 4 ના બ્રહ્મલીન થયા હતા.

જીવનપર્યંત તેઓ દ્વારા ભજન-કીર્તન તથા સમાજ કલ્યાણ પ્રવૃત્તિ ગાયોને ઘાસચારો આપ્યા બાદ જ ભોજન કરવાનો નિત્યક્રમ અનુસરતા હતા. ગુરુસ્થાનેથી 12 વર્ષના સમય બાદ બે વાર બાવા ચંદ્ર ભગવાનની જમાત ગોંડલ મંદિરે આવેલી જેની આગતા સ્વાગતા આશરે 15, 20 દિવસ સુધી ભક્તો સાથે કરી હતી.

નાગનાથ મહાદેવ મંદિરના ગોંડલ મહંત 108 ત્રીપલ દાસજી મહારાજ બ્રહ્મલીન થતાં જેમનો સતાવરી ભંડારો તથા શ્રદ્ધાંજલી સભા તથા મોહંતી રસમ ચાંદનો કાર્યક્રમ તારીખ 19 11 2019 શુક્રવાર સવારે યોજાશે. જેમાં 08:00 ગરુડ પુરાણ થી પ્રારંભ થશે. તારીખ 20 શનિવાર સવારે શાંતિ હવન તારીખ 22 08:00 અખંડ રામાયણ પાઠ તારીખ 23 મંગળવાર સવારે 08:00 અખંડ રામાયણ પાઠ પૂર્ણાહુતિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...