તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેતવણી:પોર્ન સાઇટ જોવાના મોહમાં ગોંડલના અનેક યુવાનો બની રહ્યા છે છેતરપિંડીનો ભોગ

ગોંડલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં કપડાં ઉતારવાની ઓફર આપી ફોટા, વીડિયો કેપ્ચર કરી બ્લેકમેઇલના કિસ્સા વધ્યા

21મી સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે ત્યારે ઓનલાઈન છેતરપિંડીના કેસ પણ વધી રહ્યા છે. તાજેતરમાં પોર્ન સાઇટ જોવાના કેટલાક શોખીન ગોંડલના યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા છે અને સાથે ધમકી પણ અપાય છે કે જો માંગ્યા મોઢે રૂપિયા નહીં આપો તો તમારા નગ્ન ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવામાં આવશે. શહેર પોલીસે પણ આવા બનાવો વધ્યા હોવાનું જણાવી સાવધાન રહેવા તાકીદ કરી છે.

ગોંડલના કોટડાસાંગાણી એસઆરપી રોડ, કૈલાશબાગ સોસાયટી, ભગવતપરા, ભોજરાજપરા સહિત શહેરના અન્ય વિસ્તારમાં રહેતા અને પોર્ન સાઇટ જોવાના શોખીન યુવાનો, વયસ્કો છેતરાવા સાથે લાખો રૂપિયાના તોડનો ભોગ બન્યા છે. પોર્ન સાઇટ ઉપર આવતી સુંદરી જોનારને ઓફર કરે છે કે આપણે વારાફરતી વસ્ત્રો ઉતારીએ અને આવેશમાં આવેલા ઘણા લોકો હવે ભૂલ કરી જતા હોય છે. સામેથી યુવાનનું વિડીયો શુટીંગ અને ફોટોગ્રાફી કરી લેવામાં આવે છે. ગણતરીની મિનિટો પછી તુરંત જ ધમકીભર્યા એસએમએસ આવે છે અને પૈસાની માંગ કરવામાં આવે છે. જો માંગ સંતોષવામાં ન આવે તો એ નગ્ન વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં જાહેર કરી દેવાની ધમકી આપવામાં આવે છે. આથી અમુક યુવાનો જબરા ફસાયા છે.

સાવચેત રહેવા પોલીસની તાકીદ
પોર્ન સાઇટ જોવાના અને છેતરપિંડીના આવા અનેક બનાવો અંગે ગોંડલ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે પોર્ન સાઇટ છેતરપિંડીના કિસ્સાઓ વધ્યા છેે. બે-ચાર કિસ્સાઓમાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદો પણ કરવામાં આવી છે. આ તકે યુવાનો અને વયસ્કોને ખાસ સુચના આપવામાં આવે છે કે આવી પોર્ન સાઇટ જોવાનું ટાળો અન્યથા તમે છેતરપિંડીનો ભોગ બનશો.

અન્ય સમાચારો પણ છે...