તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શપથ:દેરડીથી નજીક દેવગામે આવેલા અમર આશ્રમના સંચાલકોએ કર્યો 5000 વૃક્ષો ઉછેરવાનો નિર્ધાર

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવા, સત્સંગ, સ્મરણ, ધ્યાન સહિતની આધ્યાત્મિક સાથે સામાજિક પ્રવૃત્તિઓ થકી સમાજસેવા

દેરડીકુંભાજી નજીક દેવગામ નજીક આવેલા અમર આશ્રમ આમ તો સેવા, સત્સંગ અને સમર્પણ સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, સાથોસાથ સામાજિક પ્રવૃત્તિઓ થકી લોકોનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે પણ સંચાલકો સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે કોરોના કાળમાં ઓક્સિજનની અછત સર્જાતાં લોકોને વૃક્ષોનું મહત્વ સમજાયું છે ત્યારે આ આશ્રમના સંચાલકોએ પોતાની સામાજિક પ્રવૃત્તિની સીમા વિસ્તારી છે અને 5000 વૃક્ષો વાવીને ઉછેરવાનું નક્કી કરાયું છે જે માટે આશ્રમના સંચાલકોએ લોકોને રોપા નિશુલ્ક મેળવી લેવા પણ અપીલ કરી છે.

દેવગામમા કાઠી દરબાર, આહિર, પટેલ તેમજ અન્ય જ્ઞાતિના નાના કુટુંબો રહે છે. દેવગામનું નામ વાળા દરબાર ના કુળદેવીમા ભગવતી ગાત્રાળ માતાજીના નામ પરથી પડેલું છે. અહીં રવિભાણ સંપ્રદાયમા ઉગમફોજના પ્રચારક સદગુરુ અમરબાપુનો આશ્રમ આવેલો છે. દેવગામની મધ્યે આવેલા આશ્રમમાં ભોજનાલય, ગૌશાળા, સત્સંગહોલ, છે. આશ્રમના મહંત તરીકે દડુબાપુ તેમજ લઘુમહંત તરીકે ચંદ્રેશભાઈ તેમજ આલીગભાઈ કાર્યરત છે.

અનેક સેવાકીય પ્રવૃત્તિઓ
અમર આશ્રમમા છેલ્લા દસ વર્ષથી “જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો “સૂત્ર ને ખરા અર્થમા સાબિત કર્યું છે જેમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમકે દરરોજ માટે ગાયો ને નીરણ, બીમારગાયો ની સેવા, કબૂતર ને ચણ, કુતરા ને રોટલા, તેમજ વૃક્ષારોપણ થઇ રહ્યા છે. આશ્રમ તરફથી બ્લડકેમ્પ, તેમજ આંખોના કેમ્પ પણ કરવામાં આવે છે અત્યાર સુધી મા 1000 વ્યક્તિ ને આંખો ના ઓપરેશન આશ્રમ તરફથી કરાવેલ છે. આગામી દિવસોમા કુવા રિચાર્જ, શિક્ષણ, ઊંડાતળાવ જેવા સેવાકીય કાર્યો કરાશે. લઘુ મહંત ચંદ્રેશભાઈ તેમજ તેમના ભાણેજ ચાપરાજભાઈ બસીયા લોકોને વૃક્ષારોપણ માટે સતત પ્રેરણા આપે છે.

અન્ય સમાચારો પણ છે...