ભક્તોમાં શોક:મોવિયા ગામના સદાવ્રત રામજી મંદિરના મહંતનું સર્પદંશથી નિધન

ગોંડલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુપી સ્થિત આશ્રમે ગયા’તા ત્યાં મોત થયું
  • અંતિમવિધિ મોવિયામાં કરાઇ, દર્શનાર્થે ભાવિકો ઊમટ્યા

ગોંડલ તાલુકાના મોવિયા ગામે આવેલા સદાવ્રત રામજી મંદિરના મહંત 1008 રામ બાલકદાસજી મહારાજ (ઉંમર વર્ષ 56) ગુરુ રામચરણદાસજી મહારાજ યુપી ખાતેના આશ્રમે ગયા હોય રાત્રિના પોતાના રૂમમાં સુવા ગયા હતા ત્યારે ઓશિકા નીચે બેઠેલા સર્પે જમણા હાથની ત્રીજી આંગળીમાં દંશ દેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે જ રસ્તામાં તેમનું નિધન થઈ જતા ભક્ત સમુદાયમાં શોક ફેલાઈ ગયો હતો.

બાલકદાસજી મહારાજ આશરે છેલ્લા 40 વર્ષોથી મોવિયા ગામે રહીને સદાવ્રત મંદિરની સેવા પૂજા કરી રહ્યા હતા તેમના મૃતદેહને ગોંડલ લાવી સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું બાદમાં મંદિરના પટાંગણમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. ગુરુના અંતિમ દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા હતા અને ગુરુને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...