• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • Luteri Dulhan Will Be Remanded Today For Corona Test Of Her Three Marines, Accused Will Be Sentenced To Life Imprisonment, Will Be Produced In Court Today.

રજૂઆત:લુટેરી દુલ્હન તેના ત્રણ સાગરીતનો કોરોના ટેસ્ટ, આજે રિમાન્ડ મગાશે, આરોપીનો ગુનો આજીવન સજાપાત્ર, આજે કોર્ટમાં રજૂ કરાશે

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલના યુવાન સાથે લગ્ન કરી છેતરપિંડી કરી માસૂમ બાળકને વેચી નાખ્યાની ચકચારી ઘટનામાં પોલીસના હાથે લાગેલી લુટેરી દુલ્હન અને તેના ત્રણ સાગરીતોનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો, અને આજે તમામને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવનાર છે. ક્વાર્ટરમાં રહેતા અને રાજકોટ મજૂરી કામ કરતા અજયભાઈ ધરજીયા સાથે લગ્ન કરી રૂ. 2,40,000માં છેતરનાર મહારાષ્ટ્રની લુટેરી દુલ્હન જયશ્રી ઉર્ફે પૂજા અને તેના ત્રણ સાગરીતો રમાબેન કાંતિલાલ વ્યાસ, રજિયાબેન રહે વિરપુર અને સોનુ રાજેન્દ્ર પાઈકરાવ રહે મહારાષ્ટ્ર વાળાઓને પોલીસે ઝડપી લીધા બાદ ચારે આરોપીઓનો રેપિડ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

ઉપરોક્ત આરોપીઓનો ગુનો આજીવન કેદને પાત્ર હોય આર ટી પી સી આર કોરોના ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરાઇ હતી તેમજ શનિવારના રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરવામાં આવનાર છે તેવું તપાસનીશ અધિકારી પીએસઆઇ આર ડી ચૌહાણે જણાવ્યું હતું. માત્ર રૂ. 40000 હજારમાં વેચી દેવાયેલા માસુમ બાળકને ગોંડલ પોલીસ છેક તમિલનાડુ થી શોધી લાવી હોય પોલીસની આ કાર્યવાહીને સમાજમાં અનેક લોકોએ બિરદાવી હતી.

જયશ્રી ઉર્ફે પૂજાને બીજા લગ્ન કરવા હોઇ, આ બાળક તેના બીજા લગ્નમાં નડતરરૂપ બની રહ્યું હતું. આથી તેણીએ રાજકોટના યુવાનને ફસાવ્યો હતો અને બીજા લગ્ન માટે મનાવી લીધો હતો, પરંતુ આ કારસો પાર પડે તે પહેલાં મામલો પોલીસ મથકે પહોંચતા જયશ્રીની મનની મનમાં જ રહી હતી અને પોલીસ લોકઅપની હવા ખાવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...