ઓનલાઇન ફ્રેન્ડશિપ ભારે પડી:ગોંડલમાં સજાતીય સંબંધ બાંધવાની લાલચ આપી અવાવરું જગ્યાએ લઈ જઈ માર માર્યો, હજારોની લૂંટ ચલાવી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓ - Divya Bhaskar
આરોપીઓ

સોશિયલ સાઈટ પર દોસ્તો બનાવવા હવે આમ વાત બની ગઈ છે, પરંતુ ઓનલાઇન થયેલી આ દોસ્તી ઘણીવાર ખૂબ ભારે પડતી હોય છે. આવો જ એક કિસ્સો ગોંડલથી સામે આવ્યો છે. જ્યાં નવસારી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા એક અધિકારી સાથે ઓનલાઇન ફ્રેન્ડશિપ કરી સજાતીય સંબંધ બાંધવાની લાલચ આપી હજારોની લૂંટ કરવામાં આવી.

આરોપી શખ્સો
આરોપી શખ્સો

સજાતીય સંબંધોની લાલચ આપી લૂંટ મચાવી
પ્રાપ્ત વિગતો મુજબ નવસારી ખાતે રહેતા અને નવસારી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મીને સોશિયલ સાઈટ પર મેસેજ મોકલી અને નંબર મેળવ્યા હતા. ત્યાર બાદ ફોન કરીને સજાતીય સંબંધ બાંધવાની માયાજાળમાં ફસાવી ઇદ્રીશ મુલતાની, ઇનાયત કુરેશી, હુસેન શેખ તેમજ સમીર નામના શખ્સે ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી મોટરસાયકલમાં બેસાડી અવાવરું જગ્યામાં લઈ જઈ માર મારી મોબાઇલ પે દ્વારા અલગ અલગ ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવી ટોટલ રૂ. 46000ની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

4 આરોપીને પોલીસે ઝડપી લીધા
પોલીસે આઈપીસી કલમો તથા જીપીએસ 135 મુજબ ગુનાઓ નોંધી ચારેય આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ ઘટના સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સ પર આંધળો વિશ્વાસ કરતા લોકો માટે લાલ બત્તીસમાન કિસ્સો છે.

અન્ય સમાચારો પણ છે...