સમસ્યા:ગોંડલના ગુંદાળા ઓવરબ્રિજ પર સ્ટ્રીટલાઇટનું લબૂકઝબૂક

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને વાહનો અંધારામાં રાખવા પડે છે

ટોલટેક્સ ઉઘરાવવામાં ઉત્સાહી એવી હાઇવે ઓથોરિટી દ્વારા ગુંદાળા ચોકડીએ બનાવવામાં આવેલા ઓવર બ્રિજની લાઇટની નિયમિતતા પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવતી હોય તેવું કાયમનું બની ગયું છે. ઓવરબ્રિજના સ્ટ્રીટ લાઈટ ઉપર ઘણી જગ્યાએ લાઈટ પણ નથી અને કેટલાય પોલ ભાંગેલા હોઇ ઘોર અંધારાના કારણે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી આ મુદે હાઇવે ઓથોરિટી ગંભીરતાથી લે અને યોગ્ય કરે તેવી માગણી ખેડૂતોમાંથી ઉઠી છે.

ગોંડલ શહેર નજીકથી પસાર થતો નેશનલ હાઈવે સતત ટ્રાફિકથી ધમધમતો રહેતો હોય અને તેમાં પણ ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પાસે માર્કેટિંગ યાર્ડ આવેલું હોય નવી મગફળી સહિત જણસીઓની આવક શરૂ કરવામાં આવતા ખેડૂતો રાતભર જાગી વાહનોની કતારમાં લાગેલા હોય છે, ત્યારે અત્રેના ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ ઉપર ઘણા ખરા વિજપોલ ભાંગેલી તૂટેલી હાલતમાં હોય ઘોર અંધારાના કારણે અકસ્માતનો ભય સતત સતાવતો રહેતો હોય તાકીદે હાઇવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...