તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મોટાદડવા SBIમાં સ્ટાફની ઘટથી લાંબી કતારો

મોટાદડવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલના મોટાદડવાની એસ.બી.આઈ શાખામાં ગ્રાહકો હાલ પરેશાની ભોગવી રહ્યાં છે. બેંકમાં સ્ફાફની ઘટથી ગ્રાહકોની લાંબી કતારો લાગી રહી છે. મેનેજર તિલક તાલુકદાર એકલ હાથે સઘળા કામને પહોંચી વળે તેવી સ્થિતી ન હોઈ આમ જોવા જઈએ તો મેનેજર પોતે કેશિયરની કામગીરીથી લઈ બધા જ કામ કરી રહ્યા છે. પૈસા પાસ કરાવવા તેમજ હાલ ખેડૂતો ધિરાણના ઘસારાથી નાના મોટા બીજા કામ અટકી જાય છે. ચાલુ ખાતા તેમજ બચત ખાતા ધારકો પેન્શનરના કામ સહિતની કામગીરી મેનેજર સંભાળી રહ્યાં છે.

જો બાબત પર વિચાર કરી સ્ટાફ આપવામા આવે તો ગામજનો માટે, બેંક કર્મચારી માટે રાહત મળી શકે. હાલ ગામમાં બેંક ખૂલે તે પહેલા જ બહાર ગ્રાહકોની ભીડ થઇ જાય છે. આસ-પાસના લોકોના અહીં ખાતા હોવાથી ગ્રાહકોની લાંબી લાઈન લાગે છે. મોટાદડવા, કાનપર, ઈશ્વરિયા, બળધોઈ, કરમાળના ગામોમાંથી ગ્રાહકો બેંકોના કામ માટે અહીં આવે છે. પરંતુ બેંકમાં ઘણાં સમયથી કર્મચારીઓની ઘટ છે.

અન્ય સમાચારો પણ છે...