વ્યાજંકવાદના વિરુદ્ધમાં લોક દરબાર:ગોંડલના ટાઉનહોલ ખાતે જિલ્લા પોલીસવડા દ્વારા લોક દરબારનું આયોજન; વિષચક્રમાં ફસાયેલા પીડિત લોકોને ફરિયાદ કરવા આહવાન

ગોંડલ18 દિવસ પહેલા

ગોંડલ શહેરના ટાઉનહોલ ખાતે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા વ્યાજંકવાદ વિરોધી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પીડિત લોકોને ફરિયાદ કરવા આહવાન કરવામાં આવ્યું.

આ તકે જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વ્યાજનાં વિષચક્રને ડામવા અને વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકોને બચાવવા અને વ્યાજ લેનારાઓ જે લોકોનું શોષણ કરતા હોય છે. તે બદીને સમાજમાંથી નાબૂદ કરવા ખાતર ગૃહ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેનું ચુસ્તપણે પાલન થશે. આમાં અલગ અલગ જગ્યાએ ઉચ્ચ કક્ષાના અધિકારી, પોલીસના અધિકારી દ્વારા સીધો લોકોનો સંપર્ક કરી લોકોને મોટીવેટ કરવામાં આવે છે, તમને કોઈને તમારા વિસ્તારમાં ગેરકાયદેસરનું કામ કરતો હોય તમારાથી વધારે પૈસા પડતા હોય તમારૂ મકાન, પ્રોપર્ટી પડાવી લીધી હોય પોલીસ તેવા લોકોને રિક્વેસ્ટ કરે છે કે આપ આવો અને પોલીસ ફરિયાદ કરો અથવા જણાવો પોલીસ ખુદ ફરિયાદી બની કાર્યવાહી કરશે. ગઈકાલે અમે એક ફરિયાદ જસદણ પોલીસ ખાતે થયેલી છે, આમાં તપાસ કાર્ય ચાલુ છે, આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ તકે ટાઉન હોલ ખાતે રંજનબેન જનકરાય પારેખ નામના વૃદ્ધા ઘસી આવ્યા હતા અને પોલીસ સમક્ષ રડતી આંખોએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, તેમનો પુત્ર નામે પારસ વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયો છે. અનેકો ઘણું વ્યાજ ચૂકવી દેવામાં આવ્યું. હોવા છતાં પણ વ્યાજખોરો તેનો પીછો મુકતા નથી. તેના જીવને જોખમ હોય પારસને વડોદરા મોકલી દેવામાં આવ્યો છે. તેમની દુકાન વ્યાજખોરોની નજરમાં ચડી ગઈ છે. આ સાથે રંજનબેન દ્વારા કોને કોને બંટા વ્યાજ ચૂકવવામાં આવ્યું છે, તેની ચિઠ્ઠી પણ લાવવામાં આવી હતી. જેમાં શૈલેષભાઈ દરજી, મહીરાજસિંહ કૃપાલસિંહ, અજયસિંહ, જયદીપસિંહ ચૌહાણ, માંડલિયા તેમજ શ્રી રામ ફાઇનાન્સના નામનો ઉલ્લેખ કર્યો હતો અને હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક જનકસિંહ જાડેજા લઈ ગયેલા હોવાનું જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...