હોળીનાં તહેવાર નિમિત્તે સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂની વ્યાપક માંગ વધી હોય બુટલેગરો નવા નવા કીમિયા અપનાવી રહ્યા હોય અમદાવાદથી જામજોધપુર તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં પાર્સલ દ્વારા મંગાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો ગોંડલ ભરૂડી ટોલનાકા પાસે પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને થોડાસમયથી શંકા તો હતી જ કે બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અન્ય સુરક્ષીત માર્ગોની તલાશમાં હશે જ આથી ખાનગીબસની તલાસી લેતા તેમની આ શંકા સાચી પડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પોલીસના શક્તિસિંહ મનુભા જાડેજા, છત્રપાલસિંહ જાડેજા, જાડેજા, અમરદીપસિંહ જાડેજા, અજીત ભાઇ ગંભીર સહિતના પોલીસ કર્મચારીઓએ પ્રાથમિક ના આધારે ભરૂડી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન શંકાસ્પદ તુલસી ટ્રાવેલ્સ GJ-03-BT-2811 નંબરની બસ પસાર થતા તેને અટકાવી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ ૨૮ જેની કિંમત રૂ. 13290 મળી આવતા કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી અને પાર્સલ બીલટી નંબરનાં આધારે દારૂનો જથ્થો મંગાવનાર શખ્સોની શોધ શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.