તપાસ:ગોંડલમાંથી વાહનના ઓઇલ કેનની ઉઠાંતરી

ગોંડલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવામાં આવેલા બે શખ્સ રૂ. 5400 ની કિંમતનો માલ ઉઠાવી ગયા

ગોંડલમાં તસ્કરીના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના હાર્દસમા જેલચોક વિસ્તારમાં આવેલ વાહનોના ઓઇલની દુકાનમાંથી ધોળા દહાડે રૂ. 5400 ની કિંમતના ઓઇલ કેન ની ચોરી થઈ જતા સીટી પોલીસે cctv ફૂટેજ નાં આધારે તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જેલચોકમાં હોસ્પિટલ પાસે મહાદેવ ઓઇલ એજન્સી નામે દુકાન ધરાવતા ગોવિંદભાઇ વઘાસિયા ની દુકાન અને ઘર બન્ને સાથેજ આવેલા હોય દુકાનદારની તબિયત નાદુરસ્ત હોય દવાખાને દવા લેવા ગયા હતા ત્યારે એક્ટિવા માં આવેલ બે શખ્સો આંખના પલકારામાં રૂ. 5400 ની કિંમત ના ઓઇલ ના બે કેન ની ઉઠાંતરી કરી લઈ જતા સીટી પોલીસને cctv ફૂટેજ સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા પોલીસે cctv ફુટેજના આધારે બંને શખ્સો ની તપાસ હાથ ધરી હતી.

એક્ટિવામાં આવેલ શખ્સોમાં ના એક શખ્સે રેડ ટીશર્ટ અને બ્લ્યુ જીન્સ પહેર્યું છે જ્યારે પાછળ બેઠેલા શખ્સે વ્હાઇટ લાઇનિંગ વાળું બ્લેક ટીશર્ટ અને જીન્સ પહેર્યું છે તેમજ એક્ટિવા ની નંબર પ્લેટ ઉપર કપડું બાંધી દીધું હોય ઉપરોક્ત બન્ને શખ્સો ચોરીની ઘટના ને અંજામ આપવામાં માહિર હોવાનું ચર્ચાયું હતું.

અન્ય સમાચારો પણ છે...